તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 3 સંક્રમિત, 12 ડિસ્ચાર્જ કરાયાં, 1 દર્દીનું મોત, હિંમતનગરમાં 2, તલોદમાં 1 કેસ નોંધાયો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે હિંમતનગરમાં 2 અને તલોદમાં એક સહિત 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 102 થઈ છે જેમાં 12 શહેરી 90 ગ્રામ્ય વિસ્તારના છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે જિલ્લામાં હિંમતનગરમાં 2 અને તલોદમાં એક કેસ નોંધાયો હતો. જેમાં હિંમતનગરના કડોલીમાં 50 વર્ષીય પુરુષ, પોલીસ ક્વાટર્સમાં 25 વર્ષીય મહિલા અને તલોદના પડુસણમાં 40 વર્ષીય મહિલા સંક્રમિત થતાં દાખલ કરાયા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોનાનો ઝીરો કેસ
મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરના 88 દિવસમાં સોમવારે પ્રથમ વખત એક પણ કેસ નોંધાયો નથી. બીજી લહેરમાં ગત 8 મેના રોજ સાૈથી વધુ 518 કેસ નોંધાયા હતા. તેમજ 88 પૈકી 40 દિવસ 100થી વધુ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...