અકસ્માત:હિંમતનગર ન્યાયમંદિર પાસે બસ પાછળ કાર ઘૂસી જતા ચાલક સહિતને 3ને ઈજા

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર દોઢ કલાકમાં 3 અકસ્માત : 6 ને ઇજા

હિંમતનગર ઇડર રોડ પર શહેર અને શહેરની આસપાસ મંગળવારે દોઢ કલાકના સમયગાળામાં સર્જાયેલ જુદાજુદા 3 અકસ્માતમાં 6 થી વધુ લોકોને વત્તા ઓછી ઇજા થવા પામી હતી.

108ના ડીસ્ટ્રીક્ટ મેનેજર જયમીન પટેલે વિગત આપતા જણાવ્યુ કે સાડા ત્રણેક વાગ્યે હિંમતનગર બાયપાસ રોડ પર ત્રણ રસ્તા નજીક બાઇકને અકસ્માત સર્જાતા 3 જણાને વત્તા ઓછી ઇજાઓ થતા કનુભાઇ વાઘેલા અને રામાભાઇ વાઘેલાને સારવાર અર્થે લઇ જવાયા હતા. ત્યારબાદ પાંચેક વાગ્યે ધાણધા નજીક મૂળચંદભાઇ વાઘેલાને કોઇ વાહન ટક્કર મારીને જતુ રહેતા શરીરે ઇજાઓ થઇ હતી અને સવા પાંચેક વાગ્યે ન્યાયમંદિર ખાતે એસટી બસ પાછળ એક કાર ઘૂસી જતા ચાલકને ખાનગી વાહનમાં અને તેની બાજુમાં બેઠેલા પ્રિયાંશુભાઇ વડેસા (ઉ.વ.18) (રહે. વડોદરા)ને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાછળ બેઠેલા 3 જણાને નાની મોટી ઇજાઓ થઇ હતી. દોઢેક કલાકમાં 4 કી.મી.ના વિસ્તારમાં 108 દોડતી રહેતા ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...