તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોડી રાત્રે હાઈવે અને અંતરિયાળ માર્ગો ઉપર એકલદોકલને લૂંટતી બીજુડા ગેંગના 3 ઝબ્બે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર, ઇડર, વિજાપુર અને ડુંગરપુરની લૂંટ કબૂલી, પકડાયેલામાં 2 સગીર
  • 4 હજુ પકડાવાના બાકી, કુલ ~2.05 લાખનો મુદ્દામાલ જપ્ત

હાઈવે અને અંતરિયાળ માર્ગો પર મોડી રાત્રે એકલદોકલ નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને ગમે તે કારણ બતાવી ઉભા રાખી ઘાતક હથિયાર બતાવી લૂંટ કરતી બીજુડા ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી સાબરકાંઠા એલસીબીએ પૂછપરછ કરતાં હિંમતનગર, ઇડર, વિજાપુર અને ડુંગરપુર જિલ્લામાં અન્ય 4 સાગરીતો સાથે મળી લૂંટ, ચોરી સહિતના ગુના આચર્યાની કબૂલાત કરી હતી. સૌથી કમનસીબ બાબત એ છે કે કુલ 7 આરોપીઓ પૈકી 4 આરોપી સગીર છે અને લૂંટ ચોરી સહિતના રવાડે ચઢી ગયા છે.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાજેતરમાં હિંમતનગર દેશોતર રોડ પર કડોલીની સીમમાં રાત્રે નાયબ મામલતદારને લૂંટી લેવાની ઘટના બન્યા બાદ એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે પીએસઆઈ જે.આર. દેસાઈની ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હે.કો. હરપાલસિંહ અને પો.કો. નીરીલ કુમારને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના સહયોગથી માહિતી મળી હતી કે લૂંટના શંકાસ્પદો બે બાઈક લઈને વિજાપુર થી હિંમતનગર તરફ આવવા નીકળ્યા છે જેને પગલે આરટીઓ સર્કલ નજીક વિજાપુર રોડ પર એલસીબી ટીમે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.

તે દરમિયાન બે પલ્સર બાઈક પર ત્રણ શખ્સો આવી ચઢતા તેમને કોર્ડન કરી રોકી લીધા હતા. પીએસઆઇ જે. આર. દેસાઈએ જણાવ્યું કે પોકેટકોપ થી બંને બાઇક ચેક કરતાં ચોરીના હોવાનું ખૂલતાં ત્રણેય શખ્સ પ્રવિણ કાંતિજી ફુલાજી કલાસવા (રહે. બીજુડા કાડેફલા તા. વીંછીવાડા જી. ડુંગરપુર) અને અન્ય બે સગીરની અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના કબજે લઇ એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા હિંમતનગર અને ઇડર તાલુકાની હાઇવે રોબરી, વિજાપુર બાઈક ચોરી, રાજસ્થાનના પહાડામાંથી બાઈક ચોરીની કબૂલાત કરી હતી તદ્દપરાંત રાજસ્થાનની અન્ય પાંચ લૂંટની પણ કબૂલાત કરી હતી પૂછપરછ દરમિયાન બીજુડા ગેંગના સાત શખ્સો કે જેમાં ચાર સગીર છે તે મોડી રાત્રે એકલદોકલ વાહન ચાલકો, રાહદારીને રોકી તિક્ષ્ણ હથિયારો બતાવી લૂંટી લેતા હોવાની ઓપરેન્ડી બહાર આવી હતી.

કબ્જે લીધેલ મુદ્દામાલ
1. સોનાનો નેકલેસ 99,000
2. સોનાનો ટીકો 10662
3. સોનાના એરિંગ 12936
4. ચાંદીના છડા બે જોડ 14681
5. ચાંદીનો જુડો 6900
6. ચાંદીની પટ્ટી વાળી બંગડી 814
7. મોબાઈલ 1000
8. પલ્સર 50,000
9. પલ્સર 10,000
- કુલ 2,05,000

પકડાયેલ આરોપીઓ
1. પ્રવિણ કાંતિજી ફુલાજી કલાસવા (રહે. બીજુડા કાડેફલા)
2. સગીર
3. સગીર

​​​​​​​પકડવાના બાકી આરોપીઓ
1. અજય ઉર્ફે અજ્જુ લક્ષ્મણ સડાત (રહે. બીજુડા તા.વીંછીવાડા)
2. વિજય દેવજી અસારી (રહે. બીજુડા તા.વીંછીવાડા)
3. સગીર
4. સગીર

કબૂલાત કરેલ અન્ય ગુના
1. પાંચેક માસ અગાઉ ઉમેદગઢ-સુરપુર રોડ પર રાત્રે બાઇક ચાલકની રૂ.600 અને મોબાઇલની લૂંટ
2. એક માસ અગાઉ છાણી-કણબઇ રોડ પર બાઈક રોકી મોબાઈલની લૂંટ
3. ત્રણ માસ અગાઉ મુથલી ચાર રસ્તા પાસે પલ્સર બાઈક રોકી રૂ.400 ની લૂંટ
4. ચાર માસ અગાઉ સુંઢાવાડા વળાંકમાં સવારે પાંચ વાગ્યે બાઈક રોકી રૂ. 300ની લૂંટ
5. હોળીના પાંચ-છ દિવસ અગાઉ છાણી થી આગળ ગોદાવરી ગામ પાસે બાઈક રોકી રૂ. 350 અને મોબાઇલની લૂંટ
6. હોળીના ત્રણ દિવસ અગાઉથી સીસોદ પાસે ખેરવાડાના ટેમ્પાચાલકનો ફોન અને રૂ. 4 હજારની લૂંટ.

અન્ય સમાચારો પણ છે...