તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:બાયડ તાલુકામાં કોરોનાથી 3નાં મોત, બંને જિલ્લામાં 33 કેસ

હિંમતનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોડાસા શહેરમાં કોરોના વેક્સિન આપવા માટે જુદા જુદા સ્થળે રસીકરણ સેન્ટર ઉભા કરવામાં આવતા કલેક્ટરે મુલાકાત લીધી હતી - Divya Bhaskar
મોડાસા શહેરમાં કોરોના વેક્સિન આપવા માટે જુદા જુદા સ્થળે રસીકરણ સેન્ટર ઉભા કરવામાં આવતા કલેક્ટરે મુલાકાત લીધી હતી
 • બાયડની મહિલાનું કોરોનાથી મોત, બાયડ અને ડેમાઇના વેપારીનું કોરોનાથી શંકાસ્પદ મોત, બાયડની એન.એચ. હાઇસ્કૂલના ત્રણ શિક્ષકોને કોરોના
 • અરવલ્લીમાં 5, હિંમતનગર ડીવાયએસપી સહિત સા.કાં.માં 17 કેસ, મોડાસા અને મેઘરજમાં બે શિક્ષકો, મોડાસા પાલિકાના વેરા વસૂલાત ટીમના બે કર્મીને કોરોના

બાયડ શહેર તથા તાલુકાના ડેમાઈમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ત્રણ વ્યક્તિઓના મોત થયાનું બહાર આવ્યું છે. બાયડની એન.એચ.હાઇસ્કૂલમાં ત્રણ શિક્ષકોને કોરોના થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો છે. બાયડ શહેરની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. હિંમતનગરમાં ડીવાયએસપી સહિત સાબરકાંઠામાં નવા 17 કેસ નોંધાયા હતા અને અરવલ્લીમાં નવા 5કેસ નોંધાયા હતા.

બાયડના વલ્લભનગર સોસાયટીમાં રહેતા સોની પરિવારના મહિલાને કોરોના થતાં હિંમતનગર દાખલ કરાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી બાજુ આ જ સોસાયટીમાં રહેતા કાપડના અગ્રણી વેપારીનું મોત પણ શંકાસ્પદ કોરોનાથી થયાનું બહાર આવ્યું છે. વલ્લભનગર સોસાયટીમાં બે ના મોત ને લઇ ભયનો માહોલ છવાયો છે. બીજીબાજુ તાલુકાના ડેમાઈમાં કાચા માલનો વ્યવસાય કરતાં વેપારીનું પણ શંકાસ્પદ કોરોનાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

આ પ્રકરણમાં બાયડ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. ધર્મેન્દ્ર પરમારને પૂછતા તેઓએ જણાવ્યું કે અમારી જાણમાં કોરોનાથી વલ્લભનગર સોસાયટીની મહિલાનું જ મોત થયું છે અન્ય મોતની બાતમી નથી. મોડાસા શહેરમાં, તાલુકાના દધાલીયા મણિપુરકંપામાં 1-1-1 અને ધનસુરામાં જુદા જુદા વિસ્તારોમાં કોરોના પોઝિટિવના બે દર્દી નોંધાતા એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 5 દર્દીઓ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન હિંમતનગર ડીવાયએસપી સહિત વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

11 વ્યક્તિને ડિસ્ચાર્જ કરાયા હોવા છતાં એક્ટીવ કેસની સંખ્યા 111 થઇ ગઇ છે જેમાં 62 કેસ શહેરી વિસ્તારના છે. હોટ સ્પોટ બની રહેલ હિંમતનગરમાં સૌથી વધુ 9 કેસ નોંધાયા હતા. માર્ચના પ્રથમ 22 દિવસ દરમિયાન 195 કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 141 દર્દીઓને રજા અપાઇ હતી. જ્યારે છેલ્લા દસ દિવસ દરમિયાન 140 કેસ નોંધાયા છે. માર્ચના ત્રણ સપ્તાહની પ્રતિદિન 8.86 પોઝિટિવ દર્દીની સરેરાશ ઉંચકાઇને છેલ્લા દસ દિવસમાં 14 થઇ ગઇ છે. આ આંકડા આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા છે હોમ આઈસોલેટ થયેલ અને જાતે જ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઇ ગયેલ દર્દીઓનો વાસ્તવિક આંકડો અલગ છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા વધારી 922 કરાઇ છે જે અગાઉ સરેરાશ સવાસો થી દોઢસો હતી તેની સામે એન્ટીજન ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કરાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન હોટ સ્પોટ હિંમતનગરમાં 9, પ્રાંતિજ અને ઇડરમાં ત્રણ-ત્રણ તથા વડાલી અને તલોદમાં એક-એક નવા કેસ નોંધાયા હતા.

ઇડર પાલિકાના સિ.ક્લાર્ક, પત્ની,બે બાળકો સંક્રમિત
ઇડર | ઇડર પાલિકાના સિનિયર ક્લાર્કનો ગુરુવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ ઘરના તમામ સભ્યો ના રિપોર્ટ કરાવતાં પત્ની અને બે બાળકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. નગરપાલિકાને સેનેટાઈઝ કરાઇ હતી. આથી પરિવાર હોમક્વોરન્ટાઇન થયો હતો.

સાબરકાંઠાના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરની સંકલ્પ સોસાયટીમાં 44 વર્ષીય પુરુષ, 41 વર્ષીય મહિલા, અવની પાર્ક સોસાયટીમાં 29 વર્ષિય પુરુષ, અશ્વમેઘ સોસાયટીમાં 38 વર્ષીય પુરુષ, આરટીઓ પાસે 65 વર્ષીય પુરુષ, કૈલાદેવી સોસાયટીમાં 36 વર્ષીય પુરુષ, સાબરડેરી પાસે 50 વર્ષિય પુરુષ, પાર્થ સોસાયટીમાં 52 વર્ષીય પુરુષ, રાધેગોવિંદ ફાર્મ મહેતાપુરામાં 87 વર્ષીય મહિલા, તલોદની અજન્ટા સોસાયટીમાં 50 વર્ષીય પુરુષ, પ્રાંતિજના મૌછામાં 40 વર્ષીય મહિલા, તાજપુરમાં 55 વર્ષીય પુરુષ, સિતવાડામાં 21 વર્ષીય પુરુષ, વડાલીના પ્રગતિનગરમાં 45 વર્ષીય મહિલા, ઇડરના બોલુન્દ્રામાં 23 વર્ષિય પુરુષ, ગોરલમાં 42 વર્ષીય મહિલા અને 38 વર્ષીય પુરુષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો