પેપર લીક કાંડ:ગાંધીનગર પોલીસે પકડેલ 3ને સા.કાં. પોલીસને સોંપ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગાંધીનગર પોલીસે પેપર લીક પ્રકરણમાં શનિ-રવિ દરમિયાન બે હોસ્પિટલમાં કામ કરતાં વ્યક્તિ અને પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝરને ઝડપી સમગ્ર કૌભાંડ તેમણે આચર્યું હોવાની રેન્જ આઇજીએ જાહેરાત કર્યા બાદ સાબરકાંઠા પોલીસને સોંપતાં સોમવારે સાંજે ત્રણેય જણાને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 04 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે પેપર ‘ વિતરણ ' કરનાર અને વેચનારના અગાઉ નવ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

સીંગરવા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરતાં દિપક મહેન્દ્રભાઈ પટેલે (રહે. હાથીજણ તા.દહેગામ) અમદાવાદની મીઠાખળી ખાતેની એચસીજી હોસ્પિટલમાં નાઈટ મેનેજર તરીકે નોકરી કરતા મંગેશ શશીકાંત શીરકે (રહે. નવા નરોડા અ‘વાદ) પાસેથી રૂ. 9 લાખમાં પેપર ખરીદ્યુ હોવાની અને મંગેશ શીરકેએ તેની પત્નીના પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા કુટુંબી કાકા કિશોરભાઈ કાનદાસ આચાર્ય (રહે. મણિપુરવડ તા. સાણંદ) પાસેથી રૂ. 7 લાખમાં પેપર ખરીદ્યાની કબૂલાત કરી હોવાની રેન્જ આઇજીએ રવિવારે સાંજે જાહેરાત કર્યા બાદ ત્રણેય આરોપીને સા.કાં. પોલીસને સોંપવામાં આવ્યા હતા અને પોલીસે ત્રણેય આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...