કોરોના અપડેટ:સાબરકાંઠામાં 28 દિવસમાં કોરોનાના 28101 સેમ્પલ લેવાયાં, તમામ નેગેટિવ

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લે સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે કોરોનાનો કેસ નોંધાયો હતો
  • છેલ્લા બે માસમાં માત્ર 1 કેસ, જિલ્લાના તમામ તાલુકા કોરોનામુક્ત

સાબરકાંઠા જિલ્લામાં જુલાઇ માસથી કોરોના નબળો પડ્યા બાદ છેલ્લા 28 દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા 28101 સેમ્પલ લેવાયાં છે અને તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. છેલ્લા બે મહિનામાં માત્ર એક કેસ નોંધાયો છે અને હાલમાં જિલ્લાના તમામ તાલુકા કોરોનામુક્ત છે. એપ્રિલ - મે માસમાં કોરોનાના વરવા સ્વરૂપનો જિલ્લાજનોએ અનુભવ કર્યા બાદ જુલાઇ માસથી કોરોનાના વળતા પાણી થતાં તંત્ર સહિત જિલ્લાજનો હાશકારો અનુભવી રહ્યા છે.

જુલાઇ માસમાં 10 કેસ નોંધાયા બાદ 10 ઓગસ્ટે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો અને ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં 8 તારીખે કેસ નોંધાયા બાદ છેલ્લા 28 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી. સંક્રમિત વ્યક્તિઓ પર પ્રાંતમાંથી સંક્રમણ લઇને આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિદિન 70- 30ના રેશિયામાં આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ કરાઇ રહ્યા છે. છેલ્લા 28 દિવસમાં કુલ 28101 સેમ્પલ લઇને પરીક્ષણ કરાયું છે પરંતુ એક પણ કિસ્સામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. છેલ્લા બે મહિનામાં માત્ર એક પોઝિટિવ કેસ આવ્યો છે અને તેને પણ 28 દિવસ થઇ ગયા છે જિલ્લાના તમામ તાલુકા હાલમાં કોરોનામુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...