પ્રથમ તબક્કો:વેક્સિનેશન માટે 281 મહિલા આરોગ્યકર્મી તૈયાર

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય પેરામેડિકલ - નર્સિંગ સ્ટાફને પણ તાલીમબદ્ધ કરવા કવાયત

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વેક્સિન એકમાત્ર આશાનું કિરણ બની રહ્યું છે અને પ્રથમ ત્રણ તબક્કામાં જેને વેક્સિન આપવાની છે. તેની યાદી પણ બેએક દિવસમાં તૈયાર થઈ જનાર છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે તાલીમબદ્ધ 281 મહિલા આરોગ્ય કર્મીની યાદી તૈયાર કરી દેવાઈ છે અને અન્ય પેરામેડિકલ - નર્સિંગ સ્ટાફને તાલીમ આપવા કવાયત હાથ ધરાઇ છે. મોટાભાગે ઇન્જેક્શન સ્વરૂપે વેક્સિન આપવામાં આવનાર છે.

ત્રણ તબક્કામાં રસી લેનાર વ્યક્તિઓને રસી આપવાનું પણ પ્લાનિંગ થઈ ગયું છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર 281 એફ.એ.ડબલ્યુ તૈયાર છે. આ કર્મચારીઓ રસીકરણનો અનુભવ ધરાવે છે તદ્પરાંત પીએચસી સીએચસીના મેડિકલ પેરામેડિકલ નર્સિંગ સ્ટાફને તાલીમ આપવાની કવાયત હાથ ધરાઇ છે અને જરૂર પડ્યે ખાનગી તબીબોની પણ સહાય લેવાશે.

આડ અસર થવાના કિસ્સામાં પણ તૈયારી
સામાન્ય રીતે વેક્સિનેશન દરમિયાન તાવ આવવો, લાલ ચકામા પડવા, ખંજવાળ આવવી, સોજો આવવો સહિતની આડ અસરો જોવા મળે છે. કોરોના વેક્સિન પ્રથમ વખત આપવામાં આવી રહી છે. દરેક વેક્સિનેશન સેન્ટર ખાતે એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન - એઇએફઆઈ કીટ ઉપલબ્ધ રહેશે. જેમાં એડ્રિનાલીન ઇન્જેક્શન, હાઇડ્રો કોર્ટીસ્પેન અને પેરાસીટામોલ ટેબ્લેટનો જથ્થો તૈયાર રાખવામાં આવશે.

વેક્સિનેશન માટે ત્રણ રૂમ ઉપલબ્ધ
સા.કાં. જિલ્લામાં વેક્સિનેશન માટે આરોગ્ય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. એપેડેમીક ઓફિસર ડો. ચિરાગ મોદીએ જણાવ્યું કે ત્રણ રૂમ ઉપલબ્ધ થઇ શકે તેવી જગ્યાઓ આઈડેન્ટીફાઇ કરાઈ છે. વેક્સિન કોને આપવાનું છે તેની યાદી તૈયાર થઈ રહી છે. કયા વિસ્તારમાં કોણ કોને વેક્સિન આપશે અને કઈ તારીખે આપશે તેનું માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે. આગામી સપ્તાહમાં આ તારીખે આ વ્યક્તિને રસી અને રસી આપનારનું નામ પણ નક્કી થઈ જશે અને 281 એફએડબલ્યુ ઉપરાંત તમામને તાલીમ આપવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...