ખાતરની સપ્લાય:સાબરકાંઠા-અરવલ્લી માટે 2600 મેટ્રિકટન જથ્થો હિંમતનગર પહોંચ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર રેલવે સ્ટેશને ખાતરનો જથ્થો પહોંચ્યો હતો. - Divya Bhaskar
હિંમતનગર રેલવે સ્ટેશને ખાતરનો જથ્થો પહોંચ્યો હતો.
  • રેલવે રેક મારફતે હિંમતનગર રેલવે સ્ટેશને જથ્થો પહોંચ્યો

સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતને પોતાના પાકની વૃદ્ધિ માટે રાસાયણિક ખાતર ઉપલબ્ધ થાય તે માટે રેલ્વે મારફત ઇફકો યુરિયા ખાતરની સપ્લાય કરાઇ રહી છે. હાલ ડિસેમ્બરમાં તા.16ડિસેમ્બરના રોજ રેલ્વે રેકના મારફેતે હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઇફ્કો કંપનીનું યુરિયા 1300 મેટ્રિક ટન ખાતરની સપ્લાય કરાઇ છે તેમજ અરવલ્લી જિલ્લામાં 1300 મેટ્રિક ટન યુરિયા ખાતર સપ્લાય કરાયું છે. સાબરકાંઠા-અરવલ્લી બંને જિલ્લાઓ માટે 2600 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવી પહોંચ્યો છે. આમ આ માસમાં જિલ્લામાં કુલ 8131 મેટ્રિક ટન ખાતરની સપ્લાય કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...