તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેક્ષણ કસોટી:પ્રથમવખત લેવાયેલી કસોટીમાં સાબરકાંઠામાં 25% અને અરવલ્લીમાં 30 % શિક્ષકો હાજર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇડરની નેત્રામલી પ્રાથમિક શાળામાં શિક્ષકોએ પરીક્ષા આપી હતી. - Divya Bhaskar
ઇડરની નેત્રામલી પ્રાથમિક શાળામાં શિક્ષકોએ પરીક્ષા આપી હતી.
  • સાબરકાંઠા જિલ્લાના 6118 પૈકી માત્ર 1586 શિક્ષકોએ સજ્જતા કસોટીમાં ભાગ લીધો
  • અરવલ્લી જિલ્લામાં 5295 શિક્ષકોમાંથી માત્ર 1622 શિક્ષકો સર્વેક્ષણ કસોટીમાં બેઠા

વર્તમાન યુગમાં ખાનગી શાળાઓ સાથેની ગળાકાપ હરીફાઇમાં સરકારી શાળાઓમાં પણ ઉત્તમ શિક્ષણ આપવા એક પ્રશ્નોત્તરી તૈયાર કરી શિક્ષકોના જવાબ મેળવી તેમને કેવી તાલીમની જરૂર છે તે નક્કી કરવા તા.24-08-21 ના રોજ સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરાયું હતું. પરંતુ વિદ્યાર્થીઓની કસોટી લેતા શિક્ષકોએ પોતાની ઓળખ છતી ન થવાની હોવા છતાં સર્વેક્ષણમાં ભાગ ન લઇ પારોઠના પગલાં ભર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના માત્ર 25 ટકા શિક્ષકો સર્વેક્ષણમાં હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ શિક્ષક સજ્જતા કસોટી મંગળવારે જિલ્લાના 115 ક્લસ્ટર પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાઇ હતી. જેમાં માત્ર 30. 63% શિક્ષકોએ વિરોધ વચ્ચે શિક્ષક સજ્જતા કસોટી આપી હતી.

મંગળવારે હાથ ધરાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં સાબરકાંઠાના 6118 શિક્ષકો પૈકી માત્ર 1586 શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર જિલ્લાના 55 ટકા એટલે કે 2753 શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી. તે પૈકી 1586 શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું કે આ માત્ર સર્વેક્ષણ હતું. હાલમાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ બાળક માટે જરૂરી છે.

આ વ્યવસ્થા અને સુવિધા સરકારી શાળાઓમાં ઉપલબ્ધ કરાવવા કેટલાક પ્રશ્નોની યાદી બનાવી શિક્ષકોના જવાબ મેળવી તેમને કેવી તાલીમની જરૂર છે તે નક્કી કરી જરૂર મુજબની જ તાલીમ આપવાના હેતુ સાથે આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જેમાં શિક્ષકે તેનું નામ, નંબર કોઈ વિગતો જાહેર કરવાની ન હતી કે વિભાગ દ્વારા કોઇ પગલા લેવાનાર ન હતા. આ સર્વેક્ષણ મરજિયાત હતું. પરંતુ બાળકને ઉત્તમ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો હેતુ હતો. નોંધનીય છે કે માત્ર 25 ટકા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લેતા જિલ્લાના મોટાભાગના શિક્ષકોને સ્વયંને તેમની યોગ્યતા પર શંકા હોય તેવો લોકોમાં મેસેજ જોઈ રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષક સજ્જતા કસોટી લેવા માટે પરિપત્ર કરાતાં પ્રાથમિક શિક્ષકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. પરિણામે વિરોધ વચ્ચે મંગળવારે મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકાના 115 કેન્દ્રો ઉપર કસોટી યોજાઇ હતી. જેમાં જિલ્લાના 5295 શિક્ષકોમાંથી માત્ર 1622 શિક્ષકો કસોટીના વિરોધ વચ્ચે કસોટી આપી હતી.

અરવલ્લી શિક્ષણ સજ્જતા કસોટી વિગત

તાલુકોહાજરગેરહાજરકુલટકાવારી
બાયડ463580104344.39
ભિલોડા293846113925.72
ધનસુરા18539958431.68
માલપુર11245156319.89
મેઘરજ18479898218.74
મોડાસા38559998439.13
કુલ16223673529530.63
અન્ય સમાચારો પણ છે...