તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સાબરકાંઠામાં 23હજાર મતદારો વધ્યા, ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 1,01,323 સ્ત્રી મતદારો, પોશીના તાલુકામાં 4816 નવા મતદારો વધ્યા

સાબરકાંઠામાં સ્વરાજની સંસ્થાઓમાં હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 2 જી ફેબ્રુઆરીએ ચૂંટણી વિભાગ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ છે જેમાં 4,69,962 પુરૂષ અને 4,42,934 સ્ત્રી મતદાર અને અન્ય 9 મળી કુલ 9,12,905 મતદારોની જાહેરાત કરાઇ છે. તે પૈકી હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 2,08,165 મતદારો છે જિલ્લામાં 23643 મતદારોનો વધારો થયો છે.

પોશીના તાલુકામાં સૌથી વધુ 4816 નવા મતદારોનો વધારો થયો છે. જિલ્લામાં કુલ 9,12,905 મતદાર નોંધાયા છે તે પૈકી હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 2,08,165 મતદાર નોંધાયા છે. જ્યારે વડાલી તાલુકામાં સૌથી ઓછા 51180 મતદાર નોંધાયા છે.સા.કાં. જિલ્લામાં ચૂંટણી અંતર્ગત 1103 મતદાન મથક હોવાથી સ્ટેશનરી, વાહન ખર્ચ, ભથ્થા વગેરે મળી મતદાન મથક દીઠ સરેરાશ 25 હજાર ખર્ચ ગણતા અંદાજે રૂ. 3 કરોડનો ચૂંટણી ખર્ચ કરાશે પાલિકાની ચૂંટણીમાં થનાર ખર્ચ પાલિકાના સ્વભંડોળમાંથી કરવા જોગવાઇ કરાઇ છે.

તાલુકાવાર મતદારોની સંખ્યા

તાલુકોપુરૂષસ્ત્રીઅન્યકુલ
હિંમતનગર1068411013231208165
ઇડર95527912245186756
વડાલી2632024859151180
ખેડબ્રહ્મા4766844413092081
પોશીના3994636663076609
તલોદ55490510231106514
પ્રાંતિજ57513530430110556
વિજયનગર4065740386181044
કુલ4699624429349912905

મતદારોમાં થયેલ વધારો

તા.પં.બેઠકપુરૂષસ્ત્રીઅન્યકુલ
હિંમતનગર302175179503970
ઇડર281598141423014
વડાલી165121411654
ખેડબ્રહ્મા202373215904532
પોશીના202568224804816
તલોદ20113173401865
પ્રાંતિજ2095267001622
વિજયનગર181558131113170

નગરપાલિકામાં સ્થિતિ

નગરપાલિકાપુરૂષસ્ત્રીઅન્યકુલ
હિંમતનગર31696308001762513
વડાલી82277882016109
તલોદ વોર્ડનં-3,62421223104652
કુલ42334409131783274

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો