વેક્સિનેશન સર્વે:સાબરકાંઠા.માં વેક્સિનેશન સર્વેમાં પ્રથમ દિવસે 20 %કામ પૂર્ણ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 8 તાલુકામાં 51817 ઘરનો સર્વે પૂર્ણ, વિજયનગર-વડાલીમાં કામગીરી ઓછી થઇ

કોરોના વેક્સિનેશન માટે તંત્ર દ્વારા 10 ડિસેમ્બરથી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઇ છે અને અઢી લાખ ઘરના સર્વેના અંદાજ સાથે 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી ઓછી વય ધરાવતા કોમોર્બીડ જિલ્લાજનોની યાદી તૈયાર કરાઇ રહી છે પ્રથમ દિવસે 10 ડિસેમ્બરે 20.66 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. જેમાં વિજયનગર અને વડાલી તાલુકામાં ઓછી કામગીરી થઇ છે. હેલ્થ વિભાગના ફ્રન્ટલાઈન વર્કર અને સરકારી કર્મચારીઓની ડેટા એન્ટ્રી પૂરી થઇ પ્રથમ દિવસે જિલ્લાના 8 તાલુકામાં 51817 ઘરનો સર્વે પૂર્ણ કરાયો છે જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના 163818 વ્યક્તિ અને 50 વર્ષથી નીચેના 1233 કોમોરબીડ વ્યક્તિઓની નોંધ કરાઇ છે. વિજયનગર તાલુકામાં 2.24 ટકા અને વડાલી તાલુકામાં 6.67 ટકા સૌથી ઓછી કામગીરી થઇ છે. સાબરકાંઠા જિલ્લાના કુલ 250808 ઘરનો ડોર ટુડોર સર્વે કરાશે.

વેક્સિનેશન સર્વેની વિગતો

તાલુકોસર્વે કરેલ ઘરટકાવારી

50 થીવધુવય 50થીઓછી કોમોર્બીડ

હિંમતનગર524422.18992032
ઇડર176532560630
પ્રાંતિજ9030253924651
તલોદ899821.64407721821
વડાલી10276.6724130
ખેડબ્રહ્મા871726.679731165
વિજયનગર6102.24362791
પોશીના53815.077440
કુલ5181720.661638181233

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...