તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નાનાકોટડા ગામેથી બાઇક ચોરી કરી ભાગતાં બાઇક સ્લીપ થતાં 2 પકડાયા

હિંમતનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોરી કરી ભાગી રહેલ શખ્સોને જોતાં ગ્રામજનોએ પીછો કર્યો હતો

ઇડરના નાનાકોટડામાંથી ગત ગુરૂવારે સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે બાઇક ચોરી કરી ભાગી રહેલ બે શખ્સોને ગ્રામજનો જોઇ જતાં પીછો કરવા દરમિયાન બાઇક સ્લીપ થતાં ગ્રામજનોએ બંનેને પકડી ઇડર પોલીસને સોંપ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.04-00-20 ના રોજ સાંજે મોન્ટુભાઇ દિપકભાઇ ઠાકરડા તેમનું બાઇક નં.જી.જે-09-એ.આર-7981 ઘર નજીક આવેલ અંબામાના મંદિર પાસે ઝાંપામાં પાર્ક કરી ઘેર વાંચવા બેસ્યા હતા. ત્યારે સાડા આઠેક વાગ્યે ચોર ચોરની બૂમો પડતાં ઘરમાંથી બહાર આવ્યા હતા અને જાણવા મળ્યુ કે બે શખ્સો તેમનુ બાઇક લઇને ઇડર તરફ ભાગ્યા છે.

જેથી વિષ્ણુભાઇ ઠાકરડા, અમૃતભાઇ ઠાકરડા, દિપકભાઇ ઠાકરડા, બાબરભાઇ ઠાકરડા તથા બીજા અન્ય ગ્રામજનોએ બાઇક લઇને પીછો કર્યો હતો અને ગામની સીમમાં જાડેજા ફાર્મ હાઉસ પાસે બંને શખ્સો પૂરઝડપે બાઇક ચલાવતા હોવાથી બાઇક સ્લીપ ખાતાં નીચે પડી ગયા હતા. મોન્ટુભાઇએ તથા અન્ય ગ્રામજનોએ બંનેને પકડી ઇડર પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને બાઇક ચોર અશોકભાઇ અણદાભાઇ બુબડીયા, બબીયાભાઇ નાણાંભાઇ બુબડીયા (રહે. કાલી કાંકર તા. પોશીના) ની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો