ચોરીનો પ્રયાસ:સાબરડેરીમાં કામ કરતાં 2 શખ્સોએ 48 દૂધના પાઉચ ચોરીનો પ્રયાસ કર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કર્મચારી જોઇ જતાં દૂધના પાઉચ મૂકી ફરાર થઇ ગયા

હિંમતનગરમાં સાબરડેરીમાં કામ કરતા બે શખ્સોએ 500 એમ.એલ. દૂધના 48 પાઉચની ચોરી કરી લઇ જવા દરમિયાન અન્ય કર્મચારી જોઇ જતાં પાઉચ મૂકી ફરાર થઇ ગયા હતા. સિક્યુરીટી ઓફિસરે બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.20-10-21 ના રોજ સવારે 4 વાગ્યે સાબરડેરી દૂધ વિતરણ વિભાગમાં તથા પનીર વિભાગમાં નોકરી કરતાં અર્જુનસિંહ રજુસિંહ મકવાણા (રહે. બોરીયા ખુરાદ તા. હિંમતનગર) અને નટવરસિંહ ગોબરસિંહ મકવાણા (રહે.બોરીયા ખુરાદ તા. હિંમતનગર) એ દૂધ વિતરણ વિભાગમાંથી અમૂલ ગોલ્ડ દૂધના 500 એમ.એલ.ના પાઉચની ચોરી કરી લઇ જતા હતા. તે દરમિયાન ઘી વિભાગના નિલેશભાઇ પટેલને જોઇ જતાં જે તે જગ્યા પર દૂધના પાઉચ મૂકી નાસી ગયા હતા. જેથી સિક્યુરીટી ઓફિસર અશોકકુમાર પશાભાઇ શર્માને બોલાવતા તેમણે અમુલ ગોલ્ડ દૂધના 500 એમ.એલ.ના પાઉચની ગણતરી કરતા 48 હતા.

એક પાઉચની કિં.રૂ.29 લેખે કુલ 48 પાઉચની કિં. રૂ. 1392 ના પાઉચ સાબરડેરી વિતરણ વિભાગમાં ઓપરેટર સચિનભાઇ પટેલને જમા કરાવ્યા બાદ બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...