તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર નવી સિવિલ સામે ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીઓએ સસ્તા ભાવે ગારમેન્ટ ખરીદવા વાપીના વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ફેઝ-1માં ઓફિસ ધરાવતા બે શખ્સોને મળ્યા હતા અને સેમ્પલ જોઈને 20 હજાર શર્ટ, 2975 પેન્ટ અને 80 ટીશર્ટનો ઓર્ડર આપી આરટીજીએસથી રૂ.11.55 લાખ અને રૂ.18.16 લાખ ટ્રાન્સફર કર્યા બાદ બંને શખ્સોએ નારોલ સુધી માલ મોકલાવ્યા બાદ હિંમતનગર લાવવાના રૂ.83950 ભાડુ ખર્ચ્યુ હતું અને માલ ખોલીને જોતા સેમ્પલ પ્રમાણેના ગારમેન્ટ નહતા જૂના રદ્દી ગારમેન્ટ મોકલી છેતરપિંડી આચરનાર બંને શખ્સો વિરુદ્ધ એડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પૂજા ફેશન નામની ગારમેન્ટ મેન્યુ. ફેક્ટરી ચલાવતા જગદીશભાઈ તુલસીભાઈ પટેલના ભાગીદાર હર્ષદભાઈ સોનીના મિત્ર જયેશભાઈ ઠક્કરે (રહે. અમદાવાદ) જાણ કરી હતી કે વાપી ખાતે આવેલ સંજયકુમાર એન્ડ કંપનીના માલિક સંજયભાઈ મિત્તલ અને મયંકભાઇ મિત્તલ બ્રાન્ડેડ કંપનીઓના માલ સસ્તા ભાવે અપાવે છે જેથી જગદીશભાઈ પટેલ તા.24/07/20ના રોજ જયેશભાઈ ઠક્કરને લઈને વાપી ગયા હતા અને વાપી જીઆઇડીસી વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ફેઝ-1 પ્લોટ નં. 24 માં સંજય મિત્તલ અને મયંક મિત્તલને મળ્યા હતા અને પેન્ટ શર્ટના સેમ્પલો જોઈ 20 હજાર શર્ટ, 2975 પેન્ટ અને 80 ટીશર્ટનો ઓર્ડર આપ્યો હતો.
ત્યારબાદ તા.27/07/20 ના રોજ રૂ.11.55 લાખ અને તા.04/08/20 ના રોજ રૂ.18,16,500 આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા.પેમેન્ટ થયા બાદ અમદાવાદ નારોલ ખાતે માલ મોકલી આપ્યો હતો વાપીથી અમદાવાદનું રૂ.58,950 અને અમદાવાદથી હિંમતનગર રૂ.25 હજાર મળી કુલ રૂ.83950 ભાડુ ખર્ચ્યુ હતું.
માલ હિંમતનગર પહોંચતા ઓર્ડર અને સેમ્પલ મુજબનો નહીં પરંતુ જૂનો અને રદ્દી હોવાથી બંને શખ્સોનો સંપર્ક કરતાં સંતોષકારક જવાબ ન આપતા જગદીશભાઈ પટેલે સંજય મિત્તલ અને મયંક મિતલ વિરૂધ્ધ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.