તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુન્નાભાઇ એમબીબીએસ:હિંમતનગરના વક્તાપુરમાંથી 2, ખાંધોલમાંથી 1, મેઘરજમાંથી બોગસ તબીબ પિતા-પુત્ર અને નવાગામઇસરીમાંથી બોગસ તબીબ ઝડપાયો

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વક્તાપુરના બે તબીબ - Divya Bhaskar
વક્તાપુરના બે તબીબ
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી 6 બોગસ તબીબ પકડાયા
  • વક્તાપુરમાં આશીફ રાજપુરા ધો - 12 અને જગદીશ પટેલ ધો - 10 પાસ, મેઘરજમાં બંને મકાનમાં જ દવાખાનું ચલાવતા

હિંમતનગરના વકતાપુરમાંથી ડિગ્રી વગરના બે બોગસ તબીબ અને ખાંધોલમાં 1 બોગસ ડોકટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની જાણ થતાં સા.કાં. એલસીબી અને એસઓજીએ રેડ કરી વક્તાપુરના બંનેને કુલ રૂ. 22 હજારની દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

એલસીબી પી.આઈ. એમ.ડી. ચંપાવતે વિગત આપતાં જણાવ્યું કે વકતાપુરમાં બે ડિગ્રી વગરના બોગસ ડોક્ટર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની માહિતી મળતા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી બે મેડિકલ ઓફિસરને સાથે રાખી તા.05-06-21 ના રોજ સાંજે પીએસઆઇ જે.પી. રાવ અને જે.આર. દેસાઈ ની અલગ અલગ ટીમો બનાવી રેડ કરતાં વક્તાપુરના જૂના બાલમંદિરમાં દવાખાનું ચલાવતો આશીફ કિફાયતુલ્લા રાજપુરા (રહે. ઇલોલ તા. હિંમતનગર) અને ગામના બસ સ્ટેશન સામે ઘરમાં દવાખાનું ખોલીને બેઠેલા જગદીશ કચરાભાઈ પટેલને ઝડપ્યો હતો.આશીફ રાજપુરાના દવાખાનામાંથી મહિલાઓના રોગની, બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવારમાં વપરાતી અને કિડની લિવરને ગંભીર અસર પહોંચાડી શકે તથા ફિઝિશ્યનની સલાહ વગર ન લેવાય તેવી હેમ-ગલ્ફા, સીટો ટેબ, સી વન 1000 wg સહિત કુલ રૂ.17467 નો અને જગદીશભાઈ પટેલના દવાખાનામાંથી રૂ. 5021નો દવાઓનો જથ્થો મળ્યો હતો. આશીફ રાજપુરા એ ધો - 12 અને જગદીશ પટેલે ધો - 10 સુધીનો અભ્યાસ કર્યો છે.

ખાંધોલ તબીબ
ખાંધોલ તબીબ

બંનેની અટકાયત કરી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. ખંધોલ ગામમાં સોમજી જવાનજી પરમાર (60,રહે. પટેલવાસ ખાંધોલ) પોતાના મકાનની ઓરડીમાં ડિગ્રી વગર લોકોને તપાસી એલોપેથીક દવા ઇન્જેક્શન આપી સારવાર કરતાં હોવાનું એસઓજીએ શનિવારે પાડેલ દરોડા દરમ્યાન માલૂમ પડતાં આ તબીબને પકડી રૂ.3189નો મુદ્દામાલ ઝડપી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અન્વયે ગુનો નોંધ્યો છે.

મેઘરજના નવાગામ નવાગામ ઇસરીમાં પાર્લરની ભોંયતળીયાની દુકાનમાં કોઈપણ ડિગ્રી કે સર્ટી વગર ડોક્ટર ન હોવા છતાં દર્દીઓની સારવાર કરતાં નેમા મેઘા કટારા રહે. ભિલોડાને એલોપેથી પ્રેક્ટિસ કરતાં અને દર્દીઓની સારવાર કરતાં રૂ.2343 ના દવાના જથ્થા સાથે ઝડપી બોગસ તબીબ સામે ઈ.પી.કો.કલમ 419 તથા ધી ગુજરાત રજિસ્ટ્રાર મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ ગુનો નોંધ્યો છે.

પકડાયેલા બોગસ તબીબ પિતા-પુત્ર
પકડાયેલા બોગસ તબીબ પિતા-પુત્ર

મેઘરજના આંબાવાડી વિસ્તારમાં બોગસ તબીબ પિતા અને પુત્ર પોતાના રહેણાંક મકાનમાં દવાખાનું ચલાવતા હોવાથી મેઘરજ પોલીસે આંબાવાડી વિસ્તારમાં રહેતા અરવિંદ બારીયા અને સંજય બારીયાના મકાનમાં ઓચિંતી રેડ કરતાં રૂ.8795.93 દવાના મુદ્દામાલ સાથે ઝડપાઇ જતાં મેઘરજ પોલીસે અરવિંદ સુરમા બારીયા અને સંજય અરવિંદ બારીયા બંને સામે ઈ.પી.કો.કલમ 419,114 તથા ધી ગુજરાત રજિસ્ટ્રાર મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...