હુકમ:હિંમતનગરમાં 2 આરોપીને ચેક રિટર્નમાં 6 માસની કેદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના વક્તાપુરના બે શખ્સોને સજા
  • લોન લઇ રકમ ન ભરતાં કાર્યવાહી કરાઇ

હિંમતનગર કોર્ટે ચેક રિટર્ન કેસમાં તલોદના વક્તાપુર ગામના બે આરોપીઓને 6 માસની કેદ અને રૂ.1,29,505 નો દંડ ફટકારતાં બેંકના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તલોદ તાલુકાના આર.કે. જે એલજી ગૃપના લીડર રમણસિંહ કાળુસિંહ પરમાર અને લાલસિંહ કાળુસિંહ પરમાર (બંને રહે. વક્તાપુર તા. તલોદ)એ ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ની તલોદ શાખામાંથી રૂ. 2,00,000 ની લોન લીધી હતી. પરંતુ તેના હપ્તા નિયમિત ન ભરતાં ન હોવાથી બેંક દ્વારા વારંવાર વસુલાત માટે તાકીદ કરતાં બેંકને કાયદેસરની લ્હેણી રકમ પેટે તલોદ શાખાનો તા.01/02/18 નો રૂ.1,29,505 નો ચેક આપ્યો હતો.

જે ચેક પરત થતાં બેંક દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે અન્વયે 4 થા એડી. જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શબાનાબાનુ અબ્દુલરજાક મેમણની કોર્ટમાં કેસ ચાલી જતાં વકીલ જીતેન્દ્રભાઇ આર. પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓને રૂ.1,29,505 નો દંડ તથા 6 માસની સજા નો હુકમ કરવામાં આવતા બેંકના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...