કોરોનાવાઈરસ:હિંમતનગર અને ઇડરમાં 2-2, ખેડબ્રહ્મા, પ્રાંતિજમાં 1-1 કેસ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં વધુ 6 પોઝિટિવ કેસ, 6 ડિસ્ચાર્જ

સમગ્ર જિલ્લામાં શુક્રવારે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હિંમતનગર - ઇડરમાં બબ્બે અને ખેડબ્રહ્મા - પ્રાંતિજમાં એક - એક વ્યક્તિ સંક્રમિત હોવાનું બહાર આવતાં સારવાર શરૂ કરાઇ છે. જ્યારે 6 વ્યક્તિઓને કોરોના લક્ષણ મુક્ત બનતાં રજા અપાઇ હતી.

હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ તાલુકામાં પ્રતિદિન પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં મારૂતિનગર સોસાયટીમાં 39 વર્ષના પુરૂષ, શ્રીનગર સોસાયટીમાં 76 વર્ષીય પુરૂષ, ઇડર શહેરમાં 34 વર્ષીય મહિલા, સુરપુર ગામમાં 33 વર્ષીય પુરુષ, ખેડબ્રહ્મા શહેરમાં 72 વર્ષીય પુરુષ, પ્રાંતિજના ફતેપુર ગામમાં 47 વર્ષીય પુરુષનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...