કૃષિ:હિંમતનગર માર્કેટ યાર્ડમાં 15 દિવસમાં 1.83 લાખ બોરી મગફળીની આવક

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ રૂ.1 હજારથી 1485 ની આસપાસ ટકી રહેતા ખેડૂતોમાં રાહતની લાગણી

હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક શરૂ થઇ છે અને એક - એક કી.મી. લાંબી કતારો લાગ્યા બાદ બુધવારે સીઝનની સૌથી વધુ 33,250 બોરીની એક જ દિવસમાં આવક થવા છતાં ભાવ રૂ. 1 હજારથી 1485 ની આસપાસ ટકી રહેતા ખેડૂતોમાં રાહતની લાગણી પેદા થઇ હતી છેલ્લા પંદર દિવસમાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં 1.83 લાખ બોરી એટલે કે 64050 ક્વીન્ટલ મગફળીની આવક થઇ ચૂકી છે. 1 લી ઓક્ટોબરથી હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખરીફ મગફળીની ધીમી ગતિએ આવક શરૂ થયા બાદ સારા ભાવ મળતા હોવાથી એક જ સપ્તાહમાં મગફળીની આવકમાં વધારો થવામાં માંડ્યો છે.

ગત તા.8 ઓક્ટોબરે હિંમતનગર માર્કેટયાર્ડમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પ્રતિમણ રૂ.1652 નો ભાવ બોલાતા ગત સપ્તાહાંતે મગફળીની આવક 22 થી 24 હજાર બોરી સુધી પહોંચી ગઇ હતી. 19 ઓક્ટોબરે માર્કેટયાર્ડ બંધ રહ્યા બાદ બુધવારે માર્કેટયાર્ડ ખૂલતા અગાઉ જ એક - એક કીલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી હતી અને એકજ દિવસમાં અત્યારસુધીમાં સૌથી વધુ 33250 બોરીની રૂ.1000 થી 1485 ના ભાવે ખરીદી થઇ હતી.

સા.કાં. જિલ્લામાં 76991 હેક્ટરમાં મગફળીનુ વાવેતર થયુ છે જેમાં કેટલીક વેરાયટી 130 થી 150 દિવસની છે અને ચાલુ ખરીફ સીઝનમાં 17.71 લાખ ક્વીન્ટલ ઉત્પાદન થવાની સંભાવના છે અને હજુ 64050 ક્વીન્ટલની ખરીદી થઇ છે ત્યારે સંભવિત ઉત્પાદનની સાપેક્ષમાં માત્ર 3.61 ટકા મગફળી જ બજારમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...