કામગીરી:વડાલીના પિતા-પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી માતા અને બે પુત્રીને 181 અભયમે બચાવી

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાન થતાં ભવિષ્યમાં કોઇ ત્રાસ ન ગુજારવાની લેખિતમાં બાંહેધરી આપી
  • પતિને​​​​​​​ કાર્યવાહીમાંથી બચાવવા ભોગબનનાર પત્નીએ જ આજીજી કરી

વડાલી તાલુકાની બે દીકરીઓ અને માતા ઉપર ત્રાસ ગુજારનાર પિતા, પુત્ર અને પુત્રવધૂને 181 અભયમ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામી સાન ઠેકાણે લાવવામાં આવી હતી. ત્રાસ ગુજારનાર પતિને કાર્યવાહીથી બચાવવા સ્વયં પત્નીએ આજીજી કરી પત્નીધર્મ નિભાવ્યો હતો હાલમાં ત્રણેય જણાંએ માતા અને બંને દીકરીઓને હેરાનગતિ ન કરવાની લેખિત બાંહેધરી આપી છે.

વડાલી તાલુકાના પરિવારની બે દીકરીઓ ખેતમજૂરી જાય છે. પિતા દારૂડીયો છે 181 અભયમના સુરેખાબેન મકવાણાએ વિગત આપતાં જણાવ્યું કે તા.23-11-21 ના રોજ રાત્રે દસેક વાગ્યા પછી દીકરીનો ફોન આવ્યો હતો અને તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી હોવા અંગે સગાઇ - લગ્નના બહાને રૂ. 50-60 હજાર લઇ લીધા હોવા અંગે પિતા - પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ રજૂઆત કરી હતી. જેને પગલે ગામમાં પહોંચતા દીકરીઓની માતાને પણ દારૂડીયો પિતા મારઝૂડ કરતો હોવાની અને ભાઇ - ભાભી પણ ત્રાસ ગુજારતાં હોવાનું તથા માતાને પણ મારી હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે અભયમ ટીમે ત્રણેય જણા સાથે વાતચીત કરતાં પિતા પણ નશામાં હોય તેવી શંકાસ્પદ હાલતમાં જણાતા અને મારી દીકરી છે હું ગમે તે કરુ કહેતા પોલીસની મદદ લેવાનું જણાવતા મારઝૂડ અને ગંદી ગાળો સહિતનો ત્રાસ ભોગવનાર પત્નીએ પતિને બચાવવા આજીજી કરી હતી અને કાર્યવાહીની બીકમાં ત્રણેયની સાન ઠેકાણે આવી જતાં ભવિષ્યમાં માતા અને બંને દીકરીઓને કોઇ પણ પ્રકારનું દબાણ ન કરવાની અને ત્રાસ ન ગુજારવાનું લખાણ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...