તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સાબરકાંઠામાં 18 કેસ, છેલ્લા 4 દી"માં 66 કેસ, એક્ટીવ કેસની સંખ્યા 120

હિંમતનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરમાં 9, ઇડરમાં 6 વિજયનગરમાં 2 અને તલોદમાં 1 કેસ
 • ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાટણમાં 84 , મહેસાણા 56 , બનાસકાંઠામાં 4 માસમાં સૌથી વધુ 32 , સાબરકાંઠામાં 18 કેસ નોંધાયા

સાબરકાંઠામાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 18 પોઝિટિવ કેસ નોંધાતા સંક્રમણનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે.હિંમતનગરમાં 09, ઇડરમાં 06 વિજયનગરમાં 02 અને તલોદમાં 01 કેસ નોંધાયો હતો.જ્યારે વધુ 10 દર્દીઓને રજા અપાઈ હતી.

જિલ્લામાં કોરોના સંક્રમણ પીક ઉપર પહોંચવા આગળ વધી રહ્યું છે કર્મચારીઓ, શિક્ષકો, જજ તમામ વ્યક્તિઓ સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં 66 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયું છે અને છેલ્લા ચાર દિવસમાં 35 દર્દીઓનેને રજા અપાઈ હોવા છતાં એક્ટીવ કેસની સંખ્યા 120 થઈ ગઈ છે. આ આંકડા આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે જ્યારે વાસ્તવિક ચિત્ર બિહામણું છે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં જગ્યા નથી. સિવિલમાં પણ 70 થી વધુ દર્દી સારવાર હેઠળ છે.

કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરની રામેશ્વર સોસાયટીમાં 26 વર્ષિય પુરૂષ ગુરુકૃપા સોસાયટીમાં 59 વર્ષીય પુરુષ, નિકુંજ બંગલોમાં 29 વર્ષિય પુરૂષ, જૂના બજારમાં 58 વર્ષિય પુરૂષ, હસ્તિનાપુર સોસાયટીમાં 70 વર્ષિય પુરૂષ, પંચદેવ સોસાયટીમાં 55 વર્ષિય મહિલા, આસોપાલવ સોસાયટીમાં 62 વર્ષિય મહિલા, ગંગોત્રી સોસાયટીમાં 62 વર્ષીય મહિલા, ગાંભોઈમાં 35 વર્ષીય મહિલા,તલોદના રોઝડમાં 21 વર્ષીય મહિલા, વિજયનગરના ધોળીવાવમાં 31 વર્ષિય મહિલા, મહાવીરનગર સોસાયટીમાં 45 વર્ષીય પુરુષ, ઇડરના કડીયાદરામાં 29 વર્ષિય પુરૂષ, 31 વર્ષીય મહિલા, લેઇમાં 25 વર્ષિય પુરૂષ, વિજયનગર સોસાયટીમાં 71 વર્ષીય પુરુષ, જવાનપુરામાં 20 વર્ષીય પુરુષ, અલંકાર સોસાયટીમાં 75 વર્ષીય પુરુષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો