તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સાબરકાંઠામાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે 1642 ફોર્મ ભરાયાં

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 698 મંજૂર, 42 રિજેક્ટ, 902 અરજીની ચકાસણી ચાલી રહી છે

સા.કાં.માં શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે દસ દિવસ દરમિયાન થયેલ 1642 ઓનલાઇન અરજીઓ પૈકી 698 અરજીઓના દસ્તાવેજી પુરાવાની ચકાસણી થઇ પોર્ટલમાં અપલોડ થઇ ગઇ છે. જ્યારે 42 અરજીઓ રીજેક્ટ થઇ છે અને 902 અરજીઓની ચકાસણી ચાલી રહી છે.25 જુલાઇથી ફોર્મ ભરવાનું શરૂ થયુ હતુ અને 5 જુલાઇ સુધીમાં 203 ખાનગી શાળાઓમાં 900 અનામત બેઠકો પર પ્રવેશ માટે 1642 ઓનલાઇન અરજીઓ થઇ હતી. શહેરી વિસ્તારમાં આવકની મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ વિગત આપતાં જણાવ્યુ કે જિલ્લામાં દરેક બીઆરસી ભવનમાં ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવા માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરાઇ હતી 5 જુલાઇ સુધીમાં 1642 ઓનલાઇન ફોર્મ ભરાયા છે જે પૈકી 740 ફોર્મનુ વેરીફીકેશન થઇ ગયુ છે અને 902 જેટલી અરજીઓની ચકાસણી ચાલી રહી છે તથા 42 ફોર્મ રિજેક્ટ થયા છે.

જે ફોર્મ માન્ય થયા છે તે પોર્ટલમાં અપલોડ થઇ ગયા છે અને વાલીને જે તે સમયે જ ફોર્મ માન્ય થયુ કે રદ થયુ તેનો એસએમએસ જતો રહે છે. તેમણે ઉમેર્યું કે જે ફોર્મ રદ થયા છે તેમાં બીપીલ કેટેગરીમાં ન હોવુ, મર્યાદા કરતાં વધુ આવક દર્શાવેલ હોવી, ઉંમરનો બાધ, રહેઠાણથી દૂરની શાળા જેવા કારણોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...