તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠા જિલ્લામાં 16 પોઝિટિવ, 14 ડિસ્ચાર્જ

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરમાં 5, વિજયનગર-પ્રાંતિજમાં 3- 3, વડાલી ,તલોદમાં 2-2, ઇડરમાં 1

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 14 દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 16 પોઝિટિવ કેસમાંથી હોટ સ્પોટ હિંમતનગરમાં 5, વિજયનગર અને પ્રાંતિજમાં ત્રણ - ત્રણ, વડાલી અને તલોદમાં બબ્બે જ્યારે ઇડરમાં એક વ્યક્તિ સંક્રમિત થયો હતો. શનિવારે નોંધાયેલ 16 પોઝિટિવ ને પગલે કુલ પોઝિટિવ કેસનો આંકડો 1669 જ્યારે 14 દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જ આંકડો 1482 પહોંચ્યો છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરના રૂપાલકંપામાં 50 વર્ષિય પુરૂષ, પરબડામાં 53 વર્ષિય પુરૂષ, ઇલોલમાં 30 વર્ષિય પુરૂષ, હિંમતપુરમાં 30 વર્ષિય પુરૂષ, પ્રેમપુરમાં 29 વર્ષિય મહિલા, ઇડરના બારસોલ કંપામાં 62 વર્ષિય પુરૂષ, વડાલીના ભંડવાલમાં 60 વર્ષિય મહિલા, ટોકરામાં 30 વર્ષિય પુરૂષ, વિજયનગરમાં હોળીચોક પાસે 21 વર્ષિય પુરૂષ, જૈન મંદિર પાસે 64 વર્ષિય પુરૂષ, પરવઠમાં 48 વર્ષિય પુરૂષ, પ્રાંતિજની ગજાનંદ સોસાયટીમાં 29 વર્ષિય પુરૂષ, કરોલમાં 33 વર્ષિય મહિલા, રાસલોડમાં 91 વર્ષિય પુરૂષ, તલોદના હરસોલમાં 22 વર્ષિય પુરૂષ, પુંસરીમાં 23 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો