તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:બંને જિલ્લામાં 24 કલાકમાં 152 કેસ અને 18 મોત, 230 શહેરી 807 ગ્રામ્ય મળી કુલ એક્ટિવ કેસ 1037

હિંમતનગર/મોડાસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
મજરાના રામાભાઈએ 21 દિવસમાં કોરોનાને હરાવ્યો - Divya Bhaskar
મજરાના રામાભાઈએ 21 દિવસમાં કોરોનાને હરાવ્યો
 • સા.કાં.માં 4 વર્ષીય બાળકી થી માંડી 76 વર્ષીય પુરુષ સહિત 81 પુરુષ અને 60 મહિલાઓ સંક્રમિત
 • સા.કાં.માં 141 કેસ, 77 ડિસ્ચાર્જ, 8 નાં મોત, અરવલ્લીમાં 10 મોત અને 11 કેસ
 • માલપુરના ઉભરાણમાં 3 લોકોનાં શંકાસ્પદ કોરોનાથી મોત

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે કોરોના વિસ્ફોટ થયો હતો અને વધુ 141 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 77 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી અને 8 વ્યક્તિઓ ના મોત થયા હતા. સાથે જિલ્લામાં 230 શહેરી 807 ગ્રામ્ય મળી કુલ એક્ટિવ કેસની સંખ્યા 1037 સુધી પહોંચી ગઈ છે. અરવલ્લીમાં સોમવારે કોરોના પોઝિટિવ 11 કેસ નોંધાતા ઉપરોક્ત વિસ્તારોમાં કલેક્ટરે તકેદારીના ભાગરૂપે અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા હતા.

માલપુર તાલુકાના ઉભરાણમાં 3 લોકોનાં શંકાસ્પદ કોરોનાથી મોતઆરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે સાબરકાંઠા જિલ્લામાં 141 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ હોટ સ્પોટ હિંમતનગરમાં 85, ઇડરમાં 04, ખેડબ્રહ્મામાં 06, પોશીના 05, પ્રાંતિજ 19, તલોદ 21 અને વિજયનગર 01 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 4 વર્ષીય બાળકી થી માંડી 76 વર્ષીય પુરુષ સહિત 81 પુરુષ અને 60 મહિલાનો સમાવેશ થાય છે.

મોડાસાના ટીંટોઇના નિવૃત્ત ડેપ્યુટી ઈજનેર અને ગુજરાત ભોઈ સમાજ કાંતિદલ સેવા ટ્રસ્ટના મહામંત્રી ભુલાભાઈ કડિયા 10 દિવસ અગાઉ બીમારીમાં સપડાતાં કોરોનાનું નિદાન થતાં છેલ્લા 15 દિવસથી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા હતા. જ્યાં સોમવારે વહેલી સવારે જંગ હારી ગયા હતા.

મોડાસાની સાર્વજનિકહોસ્પિટલમાં અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોડાસા શહેરના અને આસપાસના ગામડાઓના કોરોનાના 7 દર્દીઓ ના સારવાર દરમિયાન મોત થયા હતા. માલપુરના ઉભરાણમાં છેલ્લા 24 કલાકમાં આધેડ મહિલા અને ગામના બે પુરુષ સહિત ત્રણ લોકોનાં શંકાસ્પદ કોરોના થી મોત થયા હતા.

મોડાસાની પારસ સોસાયટીમાં, માલપુરના ઉભરાણના નવા વણકરવાસમાંમાં માલપુરની વલ્લભફળીમાં, માલપુરના માલજીના પહાડિયાની સરવાણીયાની પાછળ વિસ્તારમાં, મેઘરજના વાઘપુરના પટેલ ફળિયામાં, મેઘરજનાપાલ્લા ની રાઠોડ ફળીયામાં, ધનસુરાના કંજરી કંપા સ્વામિનારાયણ મંદિર પાસે, ધનસુરાની બંસીધર સોસાયટીમાં, ભિલોડાના ધમ્બોલીયાના ગોરીફળીમાં, બાયડની વિવેકાનંદ સોસાયટીમાં, મોડાસાના સુરમ્ય બંગ્લોઝમાં રહેતા 11 દર્દીઓ બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતાં તેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા દર્દીઓને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

તાલુકા મુજબ એક્ટિવ કેસ

તાલુકોશહેરીગ્રામ્યકુલ
હિંમતનગર159448607
ઇડર154156
ખેડબ્રહ્મા52631
પ્રાંતિજ20116136
તલોદ27142169
વડાલી4711
પોશીના01313
વિજયનગર01414
કુલ2308071037

​​​​​​​​​​​​​​​મજરાના રામાભાઈએ 21 દિવસમાં કોરોનાને હરાવ્યો
પ્રાંતિજના મજરામાં ભૈરવ દાદાના ભક્ત રામાભાઈ પટેલને કોરોના થતાં તબિયત વધુ લથડતાં સ્વામિનારાયણ ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ એસ.એન.વિયસ માહી હોસ્પિટલ ગાંધીનગર સિવિલ, અમદાવાદ સિવિલ સહિતની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને 21 દિવસે હરાવ્યો હતો.

ગાંભોઇના સરપંચના પત્ની સહિત કોરોનાથી મોતને ભેટેલા કમનસીબો

ખેડબ્રહ્મા તાલુકાના બે પુરૂષોનાં કોરોનાથી મોત
ખેડબ્રહ્મા તાલુકાના ગામડામાંથી 70 વર્ષીય વૃદ્ધ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જેમનું રવિવારે સાંજે સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે 10 દિવસ આગાઉ શહેરના 45 વર્ષીય પુરુષની તબિયત બગડતાં મટોડા લાવવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસ બાદ તબિયત બગડતાં ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ રિફર કરાયો હતો. જેનું સોમવાર સવારે મોત થયું હતું.

જયેન્દ્રસિંહ રાઠોડ
જયેન્દ્રસિંહ રાઠોડ

પ્રાંતિજના સીતવાડાના પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાથી મોત
સાબરકાંઠા જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ તરીકે રહેલા જયેન્દ્રસિંહ રાઠોડને કોરોના થતાં તેઓને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જેમાં તેમને સારવાર દરમિયાન સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.

મેઘરજના સરકારી ગોડાઉન મેનેજરનું કોરોનાથી મોત
મેઘરજના ગાયવાછરડાના વતની અને મેઘરજમાં સરકારી ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા મગનલાલ.એલ.અસારી (50)ની કેટલાક દિવસ અગાઉ તબિયત લથડતા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતાં સારવાર બાદ રવિવાર રાત્રે મોત થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

ગાંભોઈ ગામના સરપંચના પત્નીનું કોરોનાથી નિધન
હિંમતનગરના ગાંભોઈ સરપંચ બાલુસિંહ પરમારના ધર્મપત્ની પાર્વતીબેન પરમારનું કોરોનાના કારણે અવસાન થતાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ટીંટોઇના નિવૃત્ત ડેપ્યુટી ઇજનેરનું કોરોનાથી મોત
ટીંટોઇના નિવૃત્ત ડેપ્યુટી ઈજનેર અને ગુજરાત ભોઈ સમાજ કાંતિદલ સેવા ટ્રસ્ટના મહામંત્રી ભુલાભાઈ કડિયાનું કોરોનાથી મોત થયું હતું.

માલપુરના આંકલીયા પ્રા.શાળાના મુખ્ય શિક્ષકને કોરોના ભરખી ગયો
માલપુરના જીતપુરના રહેવાસી પંચાલ વસંતભાઈ મણીભાઈ (54) જેઓ પોતાના વતન જીતપુર અને આંકલીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 4 દિવસ અગાઉ તાવ, ઉધરસ, શરદીના લક્ષણો જાણતાં રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતાં તેમને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં અર્થે દાખલ કરાયા હતા. સોમવારે સવારે અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો