સેવા:હિંમતનગરના NCC કેડેટ્સ દ્વારા 1500 માસ્ક બનાવી જરૂરીયાતમંદોને આપ્યા

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ વધ્યો છે સામે માસ્કની માંગ વધવાથી ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી માસ્ક પહોચાડવા માટે કોરોના વોરીયર્સ એવા એન.સી.સી કેડેટસ મેદાને ઉતર્યા છે અને 1500 જેટલા માસ્ક બનાવી કલેક્ટર સી.જે. પટેલને આપવામાં આવ્યા હતા સાથે કેડેટસ છેલ્લા 43 દિવસથી પોલીસની સાથે જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે એન.સી.સી કેડેટસની આ સેવાને બિરદાવાની સાથે જિલ્લા વહિવટી તંત્ર વતી આભાર માન્યો હતો. આ પ્રસંગે કર્નલ મનિષ ધવન, એસ.એમ. કુંદન સિંગ, લેફ્ટ. દિવ્યા પટેલ, એન.સી.સી કેડેટસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...