તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના મહાવીરનગરમાં સોમવારે સવારે મહાકાળી મંદિરથી કાંકણોલ રોડના ખાતમુર્હૂત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કાંકણોલના ઉપસરપંચના સ્કૂટર પર ભરાવેલ બે થેલા લઈ 25 વર્ષનો શખ્સ પલાયન થઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. રૂ. દોઢ લાખની તફડંચી થઈ હોવા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી.મહાવીરનગરમાં સોમવારે સવારે મહાકાળી મંદિર નજીક કાંકણોલ રોડની ખાતમુહૂર્ત વિધિ હાથ ધરાઇ હતી. જેમાં હાજરી આપવા કાંકણોલ ઉપસરપંચ સુરેશભાઈ મોતીભાઈ પટેલ સ્કૂટર લઇને આવ્યા હતા.
અને રોડની સામેની બાજુ મંદિરના કોર્ટને અડીને સ્કૂટર પાર્ક કર્યું હતું સવા દસેક વાગ્યે 25 વર્ષનો શખ્સ સ્કૂટરની આગળ ભરાવેલ બે થેલા લઈને સરકી ગયો હતો. થોડીવાર બાદ આ બાબતની જાણ થતાં દોડધામ મચી હતી અને આજુબાજુના સીસીટીવી ચેક કરતા ઉઠાવગીર મંદિરની બાજુમાં ખૂલ્લા પ્લોટમાં પડી રહેલા પાણીના ટેન્કરની વચ્ચે જઈને બંને થેલાનો સામાન ઠાલવી થેલામાંથી રૂ.1.50 લાખ રોકડા, પાર્કર પેન, મેઝર ટેપ અને કાર્ડ હોલ્ડર તથા દુકાન અને ઘરની ચાવીઓ લઈ ચાલતો ચાલતો શ્રદ્ધા પાર્ક બાજુ જતો જણાય છે.
આ શખ્સ શ્રદ્ધા પાર્ક થી ગણપતિ મંદિર બાજુ ગયો હોવાની સંભાવના નકારી શકાતી નથી ઠાલવેલા ઢગલામાં એટીએમ અને ક્રેડિટ કાર્ડ પણ હતા પરંતુ તે નથી લઈ ગયો. સુરેશભાઈએ એડિવિઝન પોલીસને આ બાબતે લેખિત જાણ કરી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.