હુકમ:સાબરકાંઠાની 3 પેઢીના ઘી અને તેલમાં ભેળસેળનો રિપોર્ટ આવતાં 1.5 લાખ દંડ

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાબરકાંઠાએ સેમ્પલ લીધા હતા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સાબરકાંઠામાંથી 3 પેઢીમાંથી લીધેલ ઘી અને તેલના ત્રણ સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ કેસ ચાલી જતાં રૂ.250 થી 20 હજાર સુધીનો દંડ કર્યા બાદ વિભાગે એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરતાં તમામને રૂ.દોઢ-દોઢ લાખ ભરવા હુકમ થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તલોદની બિકાનેર ફરસાણ એન્ડ સ્વીટમાર્ટમાંથી ઘીનો નમૂનો લેતાં તેમાં વનસ્પતિ ઘી ની ભેળસેળ, ઓએસીસ ટ્રેડલીંક લીમીટેડ કુંડાલ તા.કડી જી. મહેસાણા દ્વારા ઉત્પાદિત કપાસિયા તેલનો સબસ્ટાન્ડર્ડ અને ઇડરના બડોલીના બ્રહ્માણી પાર્લરમાંથી લીધેલ ઘી ના નમૂનાનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો હતો.

ડેઝાગ્નેટેડ ઓફીસર બીએમ ગણાવાએ વિગત આપતાં જણાવ્યું કે ત્રણેય કેસ ચાલી જતાં નીચલી કોર્ટે રૂ. 250 થી માંડી 20 હજારનો દંડ કર્યો હતો પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા અને ઓછી સજા યોગ્ય ન જણાતાં ગાંધીનગર એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરતા ટ્રીબ્યુનલે તલોદની બીકાનેર ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, કડી તાલુકાની ઓએસી ટ્રેડલીંક લીમીટેડના મહેન્દ્રસિંહ ભરતસિંહ ચૂડાવત અને બડોલીના બ્રહ્માણી પાર્લરના અશ્વિનભાઇ પ્રજાપતિને રૂ. દોઢ - દોઢ લાખ દંડ ભરવા હુકમ કરી દાખલો બેસે તેવો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...