​​​​​​​કડવો અનુભવ:મારખાતા, લડતાં-ઝઘડતા,લાંચ આપી સાબરકાંઠાના એક સહિત 14 વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પહોંચ્યા

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાર્કિવથી નીકળી સહી-સલામત લેવીવ પહોંચ્યા બાદ 14 છાત્રો મિની બસમાં બેસી પોલેન્ડ તરફ જવા નીકળતા આનંદની લાગણી અનુભવી હતી. - Divya Bhaskar
ખાર્કિવથી નીકળી સહી-સલામત લેવીવ પહોંચ્યા બાદ 14 છાત્રો મિની બસમાં બેસી પોલેન્ડ તરફ જવા નીકળતા આનંદની લાગણી અનુભવી હતી.
  • મંગળવારે ભયંકર બોમ્બાર્ડિંગ બાદ વિદ્યાર્થીઓએ જાતે જ યુક્રેન છોડવાનો નિર્ણય લઇ મહામુશ્કેલીએ બોર્ડર પહોંચ્યા
  • ઇડરના વતની અને ખાર્કિવમાં અભ્યાસ કરતા અલ્ફાઝ મેમણે સ્થિતિનું વર્ણન કર્યું
  • ​​​​​​​રેલ્વે સ્ટેશન પહોંચ્યા ત્યારે યુક્રેન પોલીસ અને આર્મી યુક્રેનના નાગરિકો સિવાયનાને બેસવા દેવાતા ન હતા

મંગળવારે ખાર્કિવ પર ભયંકર બોમ્બાર્ડિંગ બાદ યુક્રેન છોડવાનો નિર્ણય લઈ જાતે જ જીવના જોખમે માર ખાતા લડતા ઝઘડતા લાંચ આપીને ટ્રેનમાં બેસી 1400 કિ.મી.નું અંતર કાપીને કીવ પાર કરીને લવીવ પહોંચ્યા અને મીની બસ કરી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા છીએ આ શબ્દો છે સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીના અમને એમ્બેસીનો કોઈ સહકાર મળ્યો નથી, માત્ર બોર્ડર પહોંચો એવું કહેવામાં આવ્યું હતું. જોકે, યુક્રેનના વેસ્ટ પાર્ટમાં પહોંચી ગયેલ 14 વિદ્યાર્થીઓનું ગૃપ ખુશ જોવા મળ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલ યુદ્ધને કારણે ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ આવી ગયું છે. ઇડરના વતની અને ખાર્કિવમાં અભ્યાસ કરતા અલ્ફાઝ મેમણે સ્થિતિનું વર્ણન કરતાં જણાવ્યું કે અડધું ખાર્કિવ ખતમ થઇ ગયું છે ભયંકર હુમલા થઈ રહ્યા છે એક પણ વિસ્તાર એવો નથી રહ્યો જ્યાં વિસ્ફોટ ન થયો હોય. મંગળવારે ભયાનક સ્થિતિ સર્જાતા બધાએ અહીં પડ્યા રહેવા કરતાં નીકળી જવાનો નિર્ણય લીધો અને બપોરે બારેક વાગ્યે રેલ્વે સ્ટેશન પહોંચ્યા જ્યાં યુક્રેનની આર્મી અને પોલીસનો કડવો અનુભવ થયો. અમારા ગૃપમાં 14 જણા છીએ યુક્રેનના નાગરિકો સિવાયનાને બેસવા દેવાતા ન હતા માર ખાતા લડતા ઝઘડતા અને છેલ્લે લાંચ આપીને એક બોગીમાં જગ્યા મેળવી સફર શરૂ કરી રસ્તામાં પણ યુક્રેન સિક્યુરીટી ફોર્સની રંજાડનો અનુભવ થયો સવારે કીવ પસાર કરી વેસ્ટમાં પહોંચતા શાંતિનો અનુભવ થયો અને સવારે દસ વાગ્યે લવીવ પહોંચ્યા અને યુક્રેન કરન્સીમાં 4000 એક વિદ્યાર્થીનું ભાડું નક્કી કરી અમારું 14નું ગૃપ નીકળ્યું અને પોલેન્ડ બોર્ડર પહોંચ્યા છીએ.

એમ્બેસીએ ખાર્કિવમાં કોઈ મદદ કરી નથી અમને ગમે તેમ કરીને વેસ્ટમાં પોલેન્ડ બોર્ડર પહોંચવા કહ્યું હતું હવે જોવું રહ્યું કે બોર્ડર પર વીઝા ઇમીગ્રેશનની શું સ્થિતિ છે તેણે ઉમેર્યુ કે અમારા બીજા ગૃપના સંપર્કમાં છીએ અને તેમના જણાવ્યાનુસાર દોઢ બે કલાકમાં તેમની વીઝા ઇમીગ્રેશનની કામગીરી થઈ ગઈ હતી હવે અમે યુક્રેનના શાંત અને સુરક્ષિત પશ્ચિમ વિસ્તારમાં આવી ગયા છે તેનો સંતોષ અને આનંદ છે.

કિવનાં ભારતીય દૂતાવાસમાં વિજયનગરનો સચિન ઉપાધ્યાય 100 સાથીઓ સાથે ફસાયો
યુક્રેનની રાજધાની કિવનાં ભારતીય દૂતાવાસમાં વિજયનગરનો સચિન ઉપાધ્યાય 100 સાથીઓ સાથે ભારત પરત આવવાની રાહ જોઈ રહ્યો છે. જ્યાં ભારતીય દૂતાવાસમાં કોઈ દરકાર નથી કરતું અને બોર્ડર જવાની ટ્રેનમાં બેસવા લાંબી કતારો લાગી છે.

વિજયનગર તાલુકાના નવાગામ ધનેલા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ ઉપાધ્યાય અને રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના ખેરવાડા તાલુકાની પહાડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા માયાબેન ઉપાધ્યાયનાનો પુત્ર સચિન યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા ગયો હતો. જેમાં હાલની યુદ્ધની સ્થિતિમાં સચિન અન્ય 100 વિદ્યાર્થી સાથે ભારતીય દૂતાવાસની મદદથી ભારત આવવાની રાહ જોઈ રહ્યો છે. પ્રકાશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે કોલેજ દ્વારા સમયસર રજા આપવામાં નહી આવતા અને ઓફલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રખાતા ભારત આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલ યુક્રેનની સ્થિતિ ભયાવહ છે છતાં સચિન પોતાના અન્ય સાથીઓ સાથે ભારત પરત આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...