કોરોના અપડેટ:સાબરકાંઠામાં 15 વર્ષની બાળકી સહિત કોરોનાના 14 પોઝિટિવ, 19 ડિસ્ચાર્જ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 નું મોત, 18 શહેરી, 139 ગ્રામ્ય મળી કુલ 157 એક્ટિવ કેસ

સાબરકાંઠામાં રવિવારે 15 વર્ષની બાળકી સહિત 14 વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. સામે વધુ 19 દર્દીઓ કોરોના મુક્ત બનતા ડિસ્ચાર્જ કરાયા હતા અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સાથે જિલ્લામાં 28 શહેરી 139 ગ્રામ્ય મળી 157 એક્ટિવ કેસ છે. જેમાં 09 પુરુષ અને 05 મહિલાનો સમાવેશ થાય છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલ 14 કેસ પૈકી હિંમતનગરના ટેલીફોન સોસાયટીમાં 15 વર્ષીય બાળકી, મહાદેવપુરામાં 45 વર્ષીય મહિલા, વાવડીમાં 45 વર્ષીય પુરુષ, ભટોડામાં 22 વર્ષીય મહિલા, પાણપુર સવગઢ માં 74 વર્ષીય પુરુષ, ઇડર તાલુકાના મુડેટીમાં 48 વર્ષીય પુરુષ, જામરેલામાં 44 વર્ષીય પુરુષ, કમાલપુરમાં 45 વર્ષીય પુરુષ, કૃષ્ણનગરમાં 19 વર્ષીય યુવતી, ખેડબ્રહ્મામાં 21 વર્ષીય યુવક, તલોદમાં 26 વર્ષીય પુરુષ, વડાલી તાલુકાના વાસણમાં 46 વર્ષીય પુરુષ, વિજયનગર તાલુકાના દઢવાવમાં 63 વર્ષીય મહિલા, બીલડીયામાં 62 વર્ષીય પુરુષ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સંક્રમિતોમાં 09 પુરુષ અને 05 મહિલાનો સમાવેશ થાય છે.

રવિવારે 5073 લાભાર્થીઓએ વેક્સિન લીધી
રવિવારે સા.કા઼.માં 18- 44 વર્ષના કુલ 3726 લાભાર્થીઓ અને 45 વર્ષથી વધુ વયના કુલ 1347 લાભાર્થીઓનું રસીકરણ સાંજે 5 સુધી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...