ઇડરમાં આંગડિયા કર્મી સાથે અપહરણ વિથ લૂંટના ચકચારી પ્રકરણમાં ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપી લીધા બાદ સાબરકાંઠા એસ.ઓ.જી.એ હિંમતનગરના કાબસો ગામની નદી કિનારે પથ્થર નીચે સંતાડી દીધેલ રૂ. 1.37 લાખનું ચાંદીનું પાર્સલ રિકવર કર્યું હતું.
ગત બુધવારે ઇડરમાંથી ધોળા દાડે આંગડિયાકર્મીનું ઈકોમાં અપહરણ કરી હિંમતનગરના ગઢા ગામ નજીક આંગડીયા કર્મીને ઉતારી દઇ 8 લાખથી વધુના સોના ચાંદી ડાયમંડ અને રોકડની લૂંટ કરી કાબસો નજીક ઈકો બિનવારસી છોડી દઈ લુટારુઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. એસઓજી પીએસઆઇ કે.કે.રાઠોડે જણાવ્યું કે ચેતનજી વિનુજી ઠાકોર (રહે. મલેકપુર તા.ખેરાલુ)ને દેશોતર ચોકડીથી ઝડપી લઇ ડિટેન કરાયો હતો. તેની પૂછપરછ દરમિયાન તેના મિત્ર કલ્પેશ ઠાકોર (રહે.કોટ) અને અન્ય શખ્સો સાથે મળી તા.09-02-22 ના રોજ લૂંટ કરી ભાગી ગયા હતા અને લૂંટમાંથી ચેતનના ભાગમાં આવેલ ચાંદીનો જથ્થો કાબસો ગામની નદીના કિનારે પથ્થર નીચે સંતાડેલ હોવાનું ચેતને કબુલતા તેની નિશાન દેહી મુજબના સ્થળે જઇ તપાસ કરતા ચાંદીનું 2 કિલો 361 ગ્રામ, કિં.રૂ 137340 નુ પાર્સલ રિકવર કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.