કોરોના બેકાબૂ:હિંમતનગરમાં સાત સહિત સાબરકાંઠામાં 13 નવા કેસ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 7, પ્રાંતિજમાં 2, ખેડબ્રહ્મા, ઇડર, તલોદ અને વડાલીમાં 1- 1 કેસ, 15 ને રજા અપાઇ

સાબરકાંઠામાં શનિવારે વધુ 13 દર્દીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો સામે 15 દર્દીઓ કોરોના મુક્ત બનતાં રજા આપવામાં આવી હતી. હિંમતનગરમાં 7 પ્રાંતિજમાં 2, ખેડબ્રહ્મા, ઇડર, તલોદ અને વડાલીમાં 1- 1 સંક્રમિત થયા હતા. કુલ આંક 1771 અને ડિસ્ચાર્જ આંકડો 1609 થવા પામ્યો હતો.

કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરના બાવસરમાં 30 વર્ષિય પુરૂષ, આનંદનગર સોસા.માં 46 વર્ષિય પુરૂષ, રામેશ્વર સોસા.માં 32 વર્ષિય મહિલા, સિદ્ધાર્થનગરમાં 70 વર્ષિય પુરૂષ, સૂર્યોદય બંગલોજમાં 52 વર્ષિય પુરૂષ, શ્યામલ બંગલોજમાં 70 વર્ષિય પુરૂષ, જીએમ ઈઆરએસ. હોસ્ટેલમાં 25 વર્ષીય પુરૂષ, ઇડરના નરસિંહપુરામાં 40 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મામાં સિગ્નલકંપા વિસ્તારમાં 40 વર્ષિય પુરૂષ, પ્રાંતિજના દલાનીમુવાડીમાં 37 વર્ષિય પુરૂષ, માતૃછાયા સોસા.માં 73 વર્ષિય પુરૂષ, તલોદના મોહનપુરામાં 58 વર્ષિય પુરૂષ, વડાલીના થુરાવાસમાં 60 વર્ષીય પુરુષ

અન્ય સમાચારો પણ છે...