તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 13 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 112 થઇ ગઇ છે. 15 પોઝિટિવ કેસમાંથી હોટસ્પોટ હિંમતનગરમાં 9, પ્રાંતિજ અને ઇડરમાં 3-3વ્યક્તિઓ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાં 13 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે.
શનિવારે નોંધાયેલા સાબરકાંઠા જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરમાં શાંતિનગર સોસાયટીમાં 42 વર્ષિય પુરૂષ, પુષ્પાંજલી મોતીપુરામાં 66 વર્ષિય પુરૂષ, સંકલ્પ ટેનામેન્ટ સોસાયટીમાં 44 વર્ષિય પુરૂષ, પાર્થ સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષ, અશ્વમેઘ સોસાયટીમાં 38 વર્ષિય મહિલા, મન્સુરી સોસાયટીમાં 65 વર્ષિય પુરૂષ, અંબિકા સોસાયટીમાં 34 વર્ષિય પુરૂષ, મારુતિનગર સોસાયટીમાં 45 વર્ષિય પુરૂષ, અંબર સિનેમા પાસે પોલોગ્રાઉન્ડમાં 38 વર્ષિય પુરૂષ, પ્રાંતિજના રામપુરામાં 33 વર્ષિય મહિલા, સોનાસણમાં 32 વર્ષિય પુરૂષ, નાનીભાગોળમાં 47 વર્ષિય પુરૂષ, ઇડરના બડોલીમાં 34 વર્ષિય પુરૂષ, લેઈમાં 52 વર્ષિય પુરૂષ, બોલુંદ્રામાં 23 વર્ષિય પુરૂષ
પ્રાંતિજમાં તા.17 સુધી કોર્ટ બંધ રાખવા નિર્ણય
પ્રાંતિજ તાલુકાના એડવોકેટોએ પણ સ્વેચ્છાએ 15 દિવસ કોર્ટના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. માત્ર ખાસ કેસ, જામીન અરજી, મનાઈ હુકમ વગેરે સિવાયની કામગીરીથી અળગા રહેવા પ્રાંતિજ સિવિલ એન્ડ ક્રિમિનલ બાર એસો. અને પ્રમુખ સેક્રેટરી દ્વારા નિર્ણય લેવાયો હતો.
બાયડ નાયબ મામલતદાર સંક્રમિત થયા
બાયડ મામલતદાર કચેરીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બાયડ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પણ કોરોનામાં સપડાતાં કચેરીમાં હલચલ મચી છે. નાયબ મામલતદારની જે પણ અધિકારીઓ મળ્યા છે ભયના ઓથાર તળે આવી ગયા છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.