કોરોના અપડેટ:સાબરકાંઠામાં વધુ 45 કેસ સામે 122 દર્દીઓને રજા આપી, 2નાં મોત

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 133 શહેરી, 682 ગ્રામ્ય મળી કુલ 815 એક્ટિવ કેસ

સાબરકાંઠા જિલ્લામાં બુધવારે 45 કેસ નોંધાયા હતા સામે 122 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી તથા વધુ 2 દર્દીના મોત નિપજ્યા હતા અને જિલ્લામાં 133 શહેરી 682 ગ્રામ્ય મળી કુલ 815 એક્ટિવ કેસ છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બુધવારે નોંધાયેલ 45 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરમાં 21, ઇડરમાં 05, ખેડબ્રહ્મા 02, પ્રાંતિજ 08, તલોદમાં 06, વિજયનગરમાં 02 અને વડાલીમાં 01 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 34 પુરુષ અને 11 મહિલાનો સમાવેશ થાય છે.

અરવલ્લીમાં કોરોનાના વધુ ૩૩ કેસ
મોડાસા : અરવલ્લી જિલ્લાના ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર અને બાયડ તાલુકાના આંબલીયારા સહિત કોરોના પોઝિટિવ વધુ 33 દર્દીઓ નોંધાયા હતા. જેમાં ભિલોડા તાલુકાના બોરનાલા, ભેટાલી, મોધરી, કિશનગઢ, અસાલ, સનોખ, કલ્યાણપુર, મલેકપુર, મોટા કંથારીયા, વિરપુર, મુનાઇ, માકરોડા, ખેરાડી, ધોલવાણી, બુધાસણ, ચુના ખાણ, ઝાંઝરી બોર્ડર અને મઠમાં કોરોનાના દર્દી નોંધાયા હતા. મોડાસાની નિજધામ સોસાયટી, તાલુકાના લીંભોઈ, દધાલીયા, ચોપડા, સરડોઈ અને જાલમપુર તેમજ માલપુરના બગીચા વિસ્તાર તાલુકાના વાંકાનેડા, મેવડા 2 અને મેઘરજના ગોધવાડા, મુડસી, મોટી પડુલી અને શણગાલ તેમજ બાયડના આંબલીયારા સહિત 33 કેસ નોંધાયા છે.

ઇસરી પોલીસ સ્ટેશનના ASI ભાથીજી ડેડુણનું કોરોનાથી મોત

મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ ભાથીજી હેમાજી ડેડુણની કેટલાક દિવસ અગાઉ તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને તબીબી પરીક્ષણ કરાવતા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર હેઠળ હતા તેવામાં એ.એસ.આઇ ભાથીજી ડેડુણનુ મંગળવાર સાંજે નિધન થતાં મેઘરજ તાલુકામાં અને પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી અને ઇસરી પોલીસ દ્દારા સ્વ.એ.એસ.આઇ ભાથીજી ડેડુણને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...