નિર્માણ કાર્ય ઠપ:ભાવવધારાથી હિંમતનગર પાલિકામાં રોડના 12 કામ અટવાયા

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિમેન્ટ, કોંક્રિટ સહિતના રો મટિરિયલમાં 40 ટકાનો વધારો થતાં કોન્ટ્રાક્ટરોએ જૂના ભાવે કામ કરવા હાથ અધ્ધર કર્યા
  • પાલિકા વિસ્તારમાં 1.86 કરોડના ખર્ચે થનાર રોડ રસ્તાના નવીનીકરણનું કામ અટવાયું, પ્રાંતિજ કોર્ટ સંકુલનું કામ પણ ઠપ

છેલ્લા ચારેક માસમાં સિમેન્ટ, કપચી, મેટલ, સ્ટીલ સહિતના રોમટિરિયલમાં 30 ટકાથી માંડી 45 ટકાનો ભાવ વધારો થવાની સીધી અસર રોડ રસ્તા અને નિર્માણાધીન સરકારી સંકુલોને થઈ રહી છે. હિંમતનગર પાલિકા વિસ્તારમાં ભાવ વધારાને પગલે 1.86 કરોડના ખર્ચે થનાર રોડ રસ્તાના નવીનીકરણનું કામ અટવાઈ ગયું છે તો પ્રાંતિજમાં નિર્માણાધીન કોર્ટ સંકુલ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ચાલુ કરાઈ છે પરંતુ એક દિવસ બાકી હોવા છતાં એક પણ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભરવા રસ દાખવ્યો નથી.

રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અગાઉના સમયે જે ભાવ હતા તેના આધારે સરકારી કામો માટે નક્કી કરેલ એસઆરની સાપેક્ષમાં હાલમાં રોમટિરિયલ્સના ભાવમાં અતિશય વધારો થતાં સરકારી કામ કરતાં કોન્ટ્રાક્ટરોને નુકસાન વેઠવું પડે તેમ હોઇ કોન્ટ્રાક્ટરોએ જૂના ભાવ પ્રમાણે કામ કરવાથી હાથ અધ્ધર કરી દીધા છે. જેને કારણે રોડ રસ્તાનું નિર્માણ કાર્ય ઠપ થઇ ગયું છે હિંમતનગરમાં પાલિકા વિસ્તારમાં 20 રોડ માટે રૂ.1.86 કરોડના કામ મંજૂર થયા હતા તે પૈકી 12 રોડનું કામ કરવા કોન્ટ્રાક્ટરો તૈયાર નથી અને નવું કામ મળવાની લાલચમાં કેટલાક રોડનું કામ અડધું પૂરું થયું છે અથવા તો પેચવર્ક કરાયું છે જે મંદગતિએ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોએ નવા ટેન્ડર ભરવાનું બંધ કરી દીધું છે જેને પગલે શહેરમાં 14 માર્ગોના નવીનીકરણનું કામ ખોટકાઇ ગયું છે.

હિંમતનગર પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન કિરીટભાઈએ જણાવ્યું કે 20 રોડ પૈકી અડધા રોડનું કામ કોન્ટ્રાક્ટરને સમજાવીને કરાવ્યું છે બાકીનું કામ પણ ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મળ્યા બાદ પૂર્ણ કરી દેવાશે હાલમાં કોન્ટ્રાક્ટરો હડતાળને કારણે રસ દાખવતા નથી છાપરીયાથી સહકારીજીન રોડનું 60 ટકા કામ પૂર્ણ થયું છે અને ગાયત્રી મંદિર મેઇન રોડ પર પેચવર્ક કરાયું છે.

પ્રાંતિજ ખાતે રૂ.5 કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન કોર્ટ સંકુલના ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે આરએન્ડબીના તુષાર પટેલે જણાવ્યું કે હજુ સુધી કોઈ ટેન્ડર ભરાયુ નથી. તેમણે ઉમેર્યું કે સરકારે 35-40 ટકાના વધારા સાથે નવા એસઆર જાહેર કર્યા છે અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જનાર છે.

રોમટીરીયલના ભાવમાં થયેલ ફેરફાર

મટીરીયલજૂનાભાવ(SRપ્રમાણે)નવાભાવ
સીમેન્ટ250350
સ્ટીલ4060-70
રેતી35007500
કપચી40007000
મેટલ35008000
ઇંટો2500-30006000-6500
ડીઝલ5089

આ 12 રોડના કામો અટવાયા

1.સાઇબાબા સોસાયટીનો રોડ 2.અવધ પાર્કનો રોડ 3.ગંગોત્રી ઈન્દ્રનગર ની ત્રણ ગલી 4.પંચદેવ મંદિર આગળ નો રોડ 5.બસ સ્ટેન્ડની બાજુમાં રેલવે સુધીનો રોડ 6.મહાવીરનગર સોસાયટીનો રોડ 7.મેમસાબ વાળી ગલીનો રોડ 8.શ્રીનગરના રોડ 9. ગાયત્રી મંદિર મેઇન રોડ ( પેચવર્ક) 10. મહેતાપુરા વાડી વિસ્તાર થી મહેતાપુરા ચાર રસ્તા એનજી સર્કલ સુધીનો રોડ 11. શારદાકુંજ તથા એવન સોસાયટીના રોડ 12. આવિષ્કાર હોસ્પિટલ આગળ નો રોડ

હાલમાં કોન્ટ્રાક્ટરો હડતાળને કારણે રસ દાખવતા નથી હિંમતનગર પાલિકા વિસ્તારમાં છાપરીયાથી સહકારીજીન રોડનું 60 ટકા કામ પૂર્ણ થયું છે અને ગાયત્રી મંદિર મેઇન રોડ પર પેચવર્ક કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...