તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 12 પોઝિટિવ, 24 ડિસ્ચાર્જ, એકનું મોત, 21 શહેરી, 140 ગ્રામ્ય મળી કુલ 161 એક્ટિવ કેસ

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સાબરકાંઠામાં શુક્રવારે 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 24 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી. જ્યારે હિંમતનગરના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જિલ્લામાં 21 શહેરી 140 ગ્રામ્ય મળી એક્ટિવ કેસની સંખ્યા 161 સુધી પહોંચી છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુક્રવારે નોંધાયેલ 12 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરના રાજપુરમાં 29 વર્ષીય મહિલા, કાણીયોલમાં 48 વર્ષીય મહિલા, ઈડરના ભજપુરામાં 60 વર્ષીય મહિલા, રેવાસમાં 42 વર્ષીય મહિલા, ગુજરવામાં 25 વર્ષીય પુરુષ, ભાણપુરમાં 65 વર્ષીય મહિલા, ફલાસણમાં 38 વર્ષીય મહિલા, ખેડબ્રહ્માના બહેડિયામાં 15 વર્ષીય બાળકી, પોશીનામાં 30 વર્ષીય પુરુષ, તલોદ ના વાવડીમાં 32 વર્ષીય મહિલા, વડાલીના થેરાસણામાં 31 વર્ષીય પુરુષ, ભાણપુરમાં 22 વર્ષીય મહિલા સંક્રમિત થયાહતા. જેમાં 03 પુરુષ અને 09 મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...