હાશકારો:હિંમતનગરના 12 યાત્રાળુઓનું ગંગોત્રી દર્શન કરી હેમખેમ ઉત્તરકાશી પ્રયાણ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના 12 યાત્રાળુ ગંગોત્રીમાં હેમખેમ - Divya Bhaskar
હિંમતનગરના 12 યાત્રાળુ ગંગોત્રીમાં હેમખેમ
  • ચારધામની યાત્રાએ જવા અમદાવાદથી કુલ 45 યાત્રી રવિવારે નીકળ્યા હતા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને વાતાવરણ બદલાયા બાદ ચાર ધામની યાત્રાએ ગયેલા યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા હતા. ગત રવિવારે અમદાવાદ થી ટૂરમાં ગયેલ કુલ 45 લોકો પૈકી હિંમતનગરના યાત્રાળુઓ ગંગોત્રીમાં હેમખેમ હોવાનું બુધવારે સવારે પરીવારજનોને જાણવા મળતા હાશકારો અનુભવ્યો હતો અને તેમના જણાવ્યાનુસાર બુધવારે બપોરે વાતાવરણ ચોખ્ખુ થયા બાદ ગંગોત્રી છોડી ઉત્તરકાશી જવા નીકળી ગયા છે. ઉત્તરાખંડમાં ભુસ્ખલન અને અતિવૃષ્ટિને કારણે ચારધામની યાત્રાએ ગયેલા અનેક લોકો ફસાઇ ગયાના સોમવારે સમાચાર મળતા યાત્રાળુઓના પરિવારના જીવ અધ્ધર થઇ ગયા હતા.

હર્ષવર્ધનસિંહ કુંપાવતે જણાવ્યુ કે તેમના પિતા કિશનસિંહ માનસિંહ કુંપાવત, લક્ષ્મીબા કે. કુંપાવત, ઉષાબા કુંપાવત, હનુમંતસિંહ સીસોદીયા, પૂર્ણાકુમારી સીસોદીયા સહિત હિંમતનગરના 12 યાત્રાળુ અને ટૂર ઓર્ગેનાઇઝર જાગુબેન રસોઇયા સહિતના સ્ટાફ સહિત 33 મળી કુલ 45 જણા રવિવારે સવારે ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા અને મંગળવારે યમનોત્રી દર્શન કરી ગંગોત્રી હોટલમાં રોકાયા હતા. સવારે તેમની સાથે વાતચીત થઇ હતી અને વરસાદી વાતાવરણ હોઇ હોટલમાં રોકાયા હતા પરંતુ બપોર બાદ વાતાવરણ ચોખ્ખું થતા ઉત્તરકાશી જવા નીકળ્યા છે તમામ યાત્રાળુ હેમખેમ છે અને કોઇ સમસ્યા નડી નથી.

અન્ય સમાચારો પણ છે...