તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:સાબરકાંઠા અને અરવલ્લીમાં કોરોનાના 115 કેસ, 11 મોત

હિંમતનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સા.કાં.માં 109 નવા કેસ, 69 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, 6 મોત, અરવલ્લીમાં 6 કેસ, 5 મોત , બાયડ તાલુકામાં 4 નાં અને માલપુર તાલુકામાં શિક્ષકનું મોત
 • સાબરકાંઠામાં એક્ટિવ કેસ 977 , હોટસ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 75 , 3 વર્ષના બે બાળક સહિત 79 વર્ષીય પુરુષ સંક્રમિત થયા

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ સ્પીડ પકડી રહ્યું છે હોટ સ્પોટ હિંમતનગર સહિત પ્રાંતિજ અને તલોદમાં પણ નવા પોકેટ ખુલ્લા હોય તેમ રોજ મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે જિલ્લામાં 109 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 69 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. જ્યારે 6 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 223 શહેરી અને 754 ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 977 સુધી પહોંચી ગઈ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલ 109 પોઝિટિવ કેસ માંથી સૌથી વધુ હોટ સ્પોટ હિંમતનગરમાં 75, ઇડરમાં 4, પોશીનામાં 2, પ્રાંતિજમાં 14, તલોદમાં 8, વડાલીમાં 4 જ્યારે ખેડબ્રહ્મા અને વિજયનગરમાં 1-1 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વર્ષના બે બાળક સહિત 79 વર્ષીય પુરુષનો સંક્રમિતોમાં સમાવેશ થાય છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા
અરવલ્લીમાં રવિવારે કોરોનાના 6 કેસ નોંધાયા હતા.રવિવારે મોડાસાના ટીંટોઇના સુથાર ફળિયામાં, માલપુરના વાવડીમાં પટેલ ફળિયામાં, માલપુરના નવાગામ મંદિર ફળીમાં, મેઘરજના વણકરવાસમાં, ધનસુરાની માઢફળી અને ભિલોડાના જોધપુરની નિનામા ફળીમાં રહેતાદર્દીઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં રવિવારે 993 કેસ અને 52 મોત
ઉત્તર ગુજરાતમાં રવિવારે 993 કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાથી 52 મોત થયાં હતાં.મહેસાણા જિલ્લામાં રવિવારે 498 કેસ નોંધાયા હતા. જેમાં વિસનગરમાં 98 કેસ, મહેસાણામાં 91 કેસ, મહેસાણાના વૈકુઠધામમાં 23, નિજધામમાં 3 તથા વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહમાં કોરોના ગાઈડલાઈન મુજબ 12 મળી જિલ્લામાં 38ના અંતિમ સંસ્કાર કરાયા હતા.બનાસકાંઠામાં વધુ 226 પોઝિટિવ કેસ, 3નાં મોત થયાં હતાં. પાટણ જિલ્લામાં 154 કેસ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વાત કરીએ તો હિંમતનગરમાં 75, ઇડરમાં 4, પોશીનામાં 2, પ્રાંતિજમાં 14, તલોદમાં 8, વડાલીમાં 4 ખેડબ્રહ્મા અને વિજયનગરમાં 1-1 મળી 109 કેસ નોંધાયા હતા. સામે 6નાં કોરોનાથી મોત થયાં હતાં. અરવલ્લી જિલ્લામાં 6 કેસ અને પાંચના માંત થયાં હતાં.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો