તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં કોરોનાના 112 કેસ,અરવલ્લીમાં 93 સંક્રમિત

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં કોરોનાથી 2નાં મોત,151 સાજા થતાં રજા અપાઈ, 228 શહેરી 828 ગ્રામ્ય મળી જિલ્લામાં 1056 એક્ટિવ કેસ
  • મોડાસા શહેર અને તાલુકામાં 31 ભિલોડામાં 27 માલપુરમાં 16 ધનસુરામાં 13 અને મેઘરજમાં 6 કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે વધુ 112 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 151 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી જ્યારે 2 વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા સાથે જિલ્લામાં 228 શહેરી 828 ગ્રામ્ય મળી કુલ 1056 એક્ટિવ થયા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી કોરોનાના દર્દીઓ મોડાસા શહેર તાલુકાના ગામડા અને ભિલોડા, માલપુર અને મેઘરજ તાલુકામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શુક્રવારે જિલ્લામાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 93 કેસ સામે આવતા હડકંપ મચ્યો છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુક્રવારે નોંધાયેલ 112 પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ હોટ સ્પોટ હિંમતનગરમાં 45, ઇડરમાં 44, ખેડબ્રહ્મામાં 10, તલોદમાં 03, પ્રાંતિજમાં 03, વડાલી 06 અને પોશીના એક વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 9 વર્ષીય બાળક થી 75 વર્ષીય પુરુષ નો સમાવેશ થાય છે.

મોડાસા મહાલક્ષ્મી સોસાયટી, સનસીટી, ડુગરવાડા, જલધારા સોસાયટી, શ્રીરામ હેરિટેજ, રચના પાર્ક સોસાયટી , તાલુકાના સાયરા, નાલંદા, ટુ મધુવન સોસાયટી, ગુરુકુળ સોસાયટી, સબલપુર, ગોવર્ધન સોસાયટી, ચિંતામણી બેંગલોઝ, પારસ સોસાયટી, માઝૂમપાર્ક સોસાયટી, તાલુકાના ઇટાડી, તિરૂપતિ સોસાયટી, આલમપુર, sujan કોલ્ડ સ્ટોરેજ વોટા રામપુર, મોડાસા સુથારવાળા મદીના મસ્જિદ, ફજે રસુલા પાર્ક, પાંડુરંગ સોસાયટી, ગણેશપુર, મોદી ચોક, ગાંધી ચોક, તાલુકાના વરથું,રાજલી કંપા, નાલંદા, વન બાયલ, ઢાખરોલ, બોરડી, ટીંબા, દધાલીયા અને રચના પાર્ક સોસાયટી અને ગલસુંદરા નાલંદા 1, નીલકંઠ સોસાયટી,જલારામ સોસાયટી મળી મોડાસા તાલુકામાં 31 નોંધાયા છે.

ભિલોડામાં આનંદનગર, ભિલોડા ઉમિયા નગર, ભિલોડા ખરાડી ફરી, જેસિંગપુર, કુડોલ પાલ, હરીપુરા કાળછા, વાંસળી, જીજુડી, ડામોર જીઝૂડી, મોધરી, ભટેરા, ગાંટી, ધોલવાણી, ભઢેરા હાથિયા, પાદર કમલપુર, વેજપુર,ધમ્બોલીયા, નવા ભવનાથ, વિરપૂર, કિશનગઢ, ધોલવાણી, અંબાબાર,મેરુ મળી તાલુકામાં 27 કેસ નોંધાયા છે. ધનસુરાની માઢવાડી ફળી, બંસીધર સોસાયટી, અયોધ્યા નગર, ધનસુરાના સ્વામિનારાયણ મંદિર વિસ્તાર પાસે, તાલુકાના ધામણિયા કંપા, તાલુકાના સિક્કાની ઉપલી ફરી, ધનસુરા પોલીસ લાઈન અને ધનસુરાની સરદાર પટેલ સોસાયટી, કંજરી કંપા, મોટી બોરવાય, પોયડા, આકૃરુંદ અને લાલપુરમાં સહિત તાલુકામાં 13 કેસ નોંધાયા છે.

માલપુરના ટીસ્કી, જેસવાડી, માલપુર દરબારગઢ, કાસવાડા, માલજીના પહાડિયા, સુરજપુર, અંધારી વાડી, ડોડીયા, માલપુરના જુના બસ સ્ટેશન, પીપલાણા, જેસિંગપુર અને ઉભરાણ સહિત તાલુકામાં 16 કેસ નોંધાયા છે. મેઘરજ જલારામ સોસાયટી, પી સી એન હાઈસ્કૂલ પાસે, રાજડી તાલુકાના પંચાલ, નવી ઇસરી અને વૈયા સહિત મેઘરજ તાલુકામાં 6 કેસ નોંધાયા છે.

ઉ.ગુ.માં 881 કેસ,831 સાજા થયા
​​​​​​​ઉત્તર ગુજરાતમાં શુક્રવારે સાબરકાંઠાના 112 કેસ, અરવલ્લીના 93 કેસ સહિત કુલ 881 કેસ નોંધાયા હતા. જ્યાર 831 દર્દીઓને સાજા થયા છે.

મહેસાણા જિલ્લામાં શુક્રવારે નવા 336 કેસ નોંધાયા હતા. તેની સામે 508 દર્દીઅો સાજા થતાં રજા અપાઇ હતી. મહેસાણામાં 107 કેસ, ઊંઝામાં 50 કેસ, વિસનગરમાં 46 કેસ, કડીમાં 38 કેસ, વિજાપુરમાં 30 કેસ, વડનગરમાં 23 કેસ, બહુચરાજીમાં 14 કેસ, ખેરાલુમાં 11 કેસ, સતલાસણામાં 11 કેસ અને જોટાણામાં 6 કેસ નોંધાયા હતા. બીજી બાજુ મહેસાણા શહેરના 4 અને વિસનગરના 4 મળી કુલ 8 મૃતદેહોને કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા.

બનાસકાંઠા જીલ્લામાં 235 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 100 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. જ્યારે 3 દર્દીઓના મોત થયા હતા. જ્યારે 3 દર્દીઓના મોત થયા હતા.

પાટણ જિલ્લામાં 105 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સામે 72 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...