તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:હિંમતનગરમાં 260 બેઠક માટે 1101 ફોર્મ ભરાયા, 722 ઉમેદવારના ફોર્મ માન્ય

હિંમતનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગર પાલિકામાં 122, વડાલીમાં104 ફોર્મ, તલોદમાં 5 ફોર્મ માન્ય રખાયા

હિંમતનગર સાબરકાંઠાની સ્વરાજની ત્રણેય સંસ્થાઓમાં કુલ 260 બેઠકો માટે શનિવાર સુધીમાં 1101 ફોર્મ ભરાયા હતા. જેના અનુસંધાને સોમવારે ફોર્મ ચકાસણી હાથ ધરતાં મેન્ડેટ રજૂ કરી ન શકનાર ઉમેદવારો તથા સોગંદનામુ રજૂ કર્યું ન હોય, મિલકતો જાહેર કરવામાં આવી ન હોય સહિતની ત્રુટીઓને કારણે 379 ફોર્મ રદ કરાતાં હવે 722 ઉમેદવારો બાકી રહ્યા છે અને આજે મંગળવારે ફોર્મ પાછા ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની રહેશે. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર શનિવાર સાંજ સુધીમાં હિંમતનગર પાલિકામાં 122, વડાલી પાલિકામાં 104 ફોર્મ ભરાયા હતા.

જ્યારે તલોદની બે વોર્ડની પેટા ચૂંટણીમાં અગાઉ ચૂંટણી મુલતવી રહી ત્યારે ભરાયેલ 5 ફોર્મ માન્ય રખાયા હતા. કુલ 231 ફોર્મ પૈકી 85 રદ થયા હતા. હિંમતનગર પાલિકામાં 36 બેઠક માટે અન્ય 74 ઉમેદવારો પૈકી 36 ભાજપ, 35 કોંગ્રેસ, આપ -01 અને 02 અપક્ષ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. શહેરના વોર્ડ નં-9માં કોંગ્રેસને 1 મહિલા ઉમેદવાર ન મળતાં ભાજપ માટે ચૂંટણી આસાન બની ગઇ છે. 8 તા.પં.ની 172 બેઠક માટે 691 ફોર્મ ભરાયા હતા.

તે પૈકી 224 ફોર્મ અને જિ.પં.ની 36 બેઠકો માટે 182 ફોર્મ ભરાયા હતા તે પૈકી 70 ફોર્મ રદ થયા હતા. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોએ ડમી ફોર્મ ભર્યા હતા જે મેન્ડેટ રજૂ ન કરી શકતા રદ થયા છે. તદ્દપરાંત સોગંદનામું રજૂ ન કરનાર, ફોર્મ ભરવામાં ભૂલો કરવી, જગ્યા ખાલી રાખવી, મિલકત જાહેર કરવામાં છબરડા સહિતની ત્રુટીઓને કારણે 116 જેટલા ફોર્મ અમાન્ય ઠર્યા હતા.

નગરપાલિકાઓના માન્ય - અમાન્ય ફોર્મની વિગત

પાલિકાકુલમાન્યઅમાન્ય
હિંમતનગર1227448
વડાલી1047034
તલોદ523
કુલ23114685

જિલ્લા પં.ના માન્ય અને અમાન્ય ફોર્મની વિગતો

તાલુકોકુલમાન્યઅમાન્ય
હિંમતનગર312011
ઇડર332013
વડાલી110605
ખેડબ્રહ્મા181206
વિજયનગર362412
પોશીના231211
તલોદ150906
પ્રાંતિજ150906
કુલ18211270

તાલુકા પંચાયતના માન્ય -અમાન્ય ફોર્મની વિગત

તાલુકોકુલમાન્યઅમાન્ય
હિંમતનગર1087830
ઇડર1148232
વડાલી684523
ખેડબ્રહ્મા765521
વિજયનગર805624
પોશીના985147
તલોદ755025
પ્રાંતિજ725022
કુલ691467224

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો