તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના 11 અંતરિયાળ કાચા માર્ગો 10 કરોડના ખર્ચે પાકા બનશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.10.10 કરોડના ખર્ચે 11 માર્ગ પાકા અને રૂ. 2 કરોડના ખર્ચે એક માર્ગને પહોળો કરાશે

કાચાથી પાકા રસ્તા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકાના 11 જેટલા કાચા માર્ગનું પેવર કામ કરી પાકા બનાવવા અને વિજયનગર તાલુકાના એક માર્ગનું નવીનીકરણ કરી પહોળો બનાવવા કુલ રૂ.12 કરોડના વિકાસકામો મંજૂર કરાતાં પંથકમાં ખુશીની લહેર પ્રસરી છે.

ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિગત આપતા જણાવ્યું કે વિજયનગર તાલુકામાં 6 કરોડના ખર્ચે કુલ 9.55 કિલોમીટર લંબાઇ ધરાવતા 6 માર્ગ, પોશીના તાલુકામાં 1.30 કરોડના ખર્ચે 3.60 કિ.મી.ની લંબાઈના બે માર્ગ અને ખેડબ્રહ્મા તાલુકામાં રૂ.2 કરોડના ખર્ચે 5.30 કિલોમીટર લંબાઇના ત્રણ માર્ગને કાચામાંથી ડામર પાથરીને પાકા રોડ કરવાની મંજૂરી મેળવાઇ છે.

તદુપરાંત વિજયનગર તાલુકાના વીરપુર ચોકડી થી ઇટાવડી ચિઠોડા 5.30 કિમી લંબાઇના રોડને હાલની 3.75 મીટર પહોળાઈ વધારી 5.9 મીટર પહોળાઈ કરવા રૂપિયા 2.0 કરોડ મંજૂર કરાવ્યા છે અંતરિયાળ વિસ્તારમાં પાકા રોડ ની સુવિધા મળતા મોટી સમસ્યા દૂર થઈ છે.

આ ત્રણ તાલુકામાં અહીંયા નવા રોડ બનશે
1.વિજયનગર :
દઢવાવ લક્ષ્મણપુરા એસ.એચ થી જશુભાઈ કલાલની દુકાન સુધી 0.50 કિ.મી.નો રોડ
2. વિજયનગર : ખારી બેડી બોર્ડર રોડ થી કલાલ ફળીયા તરાલ રાયણીયા ફળિયાના નવા ખોલા ને જોડતો 3.50 કિ.મી.નો રોડ
3.વિજયનગર : બાલેટા ગામે પિપલોદ થી મુખ્ય રસ્તાથી સ્મશાન થઈ ગામેતી ફળિયાને જોડતો 1.50 કિ.મી.નો રોડ
4.પોશીના : એસ એચથી નેતાજી ફળિયા ને જોડતો 2.10 કિ.મી.નો રોડ
5.પોશીના દંત્રાલ પીએચસી દલિતવાર સુધીનો 1.50 કિ.મી.નો રોડ
6.ખેડબ્રહ્મા : કિ.મી.નો ડામોર રોડ ટાવર થી દિગથલી પ્રાથમિક શાળા થઈ મોતીપુરા સુધીનો 1.60 કિ.મી.નો રોડ 7.ખેડબ્રહ્મા : જગમેર કંપાથી ખેડબ્રહ્મા ને જોડતો એક કિ.મી.નો રોડ
8.ખેડબ્રહ્મા : નાની ગોવિંદી થી પાટડીયા દાવડા ફળો આશ્રમશાળા ને જોડતો 2.70કિ.મી.નો રોડ 9.વિજયનગર : લીમડા ચામઠણ મુખ્ય રસ્તાથી ચામઠણ ગામે દેવજીભાઈ મોડીયાના ઘર સુધીનો 1.50 કિ.મી.નો રોડ
10. વિજયનગર : ચંદવાસા કજરાથી સ્મશાન ને જોડતો 2.0 કિ.મી.નો રોડ
11.વિજયનગર : કાથરોટી પ્રાથમિક શાળાથી સુખનગર ને જોડતો 0.55 કિલોમીટરનો રોડ

અન્ય સમાચારો પણ છે...