તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠામાં 11 અને અરવલ્લીમાં 9 કેસ

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાબરકાંઠામાં 10 દર્દી ડિસ્ચાર્જ છતાં કુલ 103 એક્ટીવ કેસ
 • મોડાસામાં 5 કોલીખડ, ટીંટોઇ, શીણાવાડ અને વડાગામમાં 1-1, હિંમતનગરમાં 8 કેસ

સાબરકાંઠામાં છેલ્લા આઠ દિવસ દરમ્યાન નવા 109 કેસ નોંધાયા છે તેની સામે આ સમયગાળા દરમ્યાન 71 દર્દીઓને રજા આપવા છતાં એક્ટીવ કેસની સંખ્યા પ્રતિદિન વધી રહી છે અને જિલ્લામાં હાલ કુલ 103 એક્ટીવ કેસ છે તે પૈકી હિંમતનગર 66 એક્ટીવ કેસ સાથે હોટસ્પોટ બની રહ્યું છે.

રવિવારે અરવલ્લીમાં કોરોના પોઝિટિવના 9 કેસ નોંધાયા હતા.મોડાસા શહેરમાં 5, તાલુકાના કોલીખડ, ટીંટોઇ, શીણાવાડ અને ધનસુરાના વડાગામમાં 1 કેસ નોંધાયો હતો.

રવિવારના સાબરકાંઠાના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરના સાચોદરમાં 75 વર્ષિય પુરૂષ, જલારામ સોસા.માં 35 વર્ષિય પુરૂષ, શાંતિનગર સોસા. 26 વર્ષિય મહિલા, જીવનધારા સોસા. 28 વર્ષિય મહીલા, સીટી એરિયા47 વર્ષિય મહિલા, મારુતિનગરમાં 26 વર્ષિય પુરુષ, જૂનીસિવિલ પાસે 25 વર્ષિય પુરુષ, હાથરોલમાં 62 વર્ષિય પુરુષ,ઇડરના પૃથ્વીપુરામાં 65 વર્ષિય મહિલા, પ્રાંતિજના ગોપીનાથ નગરમાં 24 વર્ષિય મહિલા અને 27 વર્ષીય પુરુષ

મોડાસાની ખાનગી સ્કૂલમાં બે શિક્ષકો કોરોના પોઝિટિવ
મોડાસાની ખાનગી સ્કૂલના બે શિક્ષકોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા અન્ય સ્ટાફના પણ રેપીડ ટેસ્ટ કરાવવા શાળા મંડળ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે.

મોડાસામાં રસી આપ્યા વગર પ્રમાણપત્ર અપાયાનો છબરડો
મોડાસાના નાગરિકે રસી લેવા માટે નોંધણી કરાવી હતી અને તે પ્રમાણે તે મોડાસાના આરોગ્ય વિભાગમાં રસી લેવા માટે ગયો હતો પરંતુ તેને બીજા દિવસે બોલાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો અને રસી લીધા વિના પણ તેને રસી લીધી હોવાનું પ્રમાણપત્ર મોડાસાનાઆરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરતાં આરોગ્ય અધિકારી શ્રીમાળીએ મામલે બે તબીબોને તપાસ સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો