તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 103 અને અરવલ્લીમાં 58 કેસ, બંને જિલ્લામાં 8 દર્દીનાં મોત

હિંમતનગર/મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં 110 સાજા થયા, 244 શહેરી અને 872 ગ્રામ્ય મળી જિલ્લામાં એક્ટિવ 1116 કેસ

સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ 103 કેસ નોંધાયા હતા સામે 110 કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી જ્યારે 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 244 શહેરી અને 872 ગ્રામ્ય મળી કુલ 1116 સુધી પહોંચી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર અને તાલુકા,ભિલોડ,માલપુર અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મળી કોરોનાના 58 કેસ નોંધાયા છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બુધવારે નોંધાયેલા 103 પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ કેસ હોટ સ્પોટ હિંમતનગરમાં 62, ઇડરમાં 05, ખેડબ્રહ્મામાં 02, પ્રાંતિજમાં 08, તલોદમાં 22, વડાલીમાં 03 અને પોશીનામાં એક વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં 49 મહિલા અને 54 પુરુષનો સમાવેશ થાય છે.

મોડાસા શહેર નાસોપાન રેસિડન્સી, કુમકુમ સોસાયટી, જલદર્શન સોસાયટી, સંગીની હોમ, હરિશ કૉમ્પ્લેક્ષ, જીવનજ્યોત સોસાયટી, ગુરુકુલ સોસાયટી, એમ બ્લોક પાવન સીટી, ઈ બ્લોક પાવન સીટી કોલેજ કેમ્પસ ક્વાટર્સ, જલધારા સોસાયટી, તુલસી આંગન સોસાયટી, કોટીયર્ક સોસાયટી, વૃન્દાવન એપાર્ટમેટ,શુભ ડિવાઇન,કુંભારવાડા વિસ્તાર, નિજધામ સોસાયટી, મુસાબલ સોસાયટી, તીરૂપતિ ગોકુલધામ, વિદ્યાકુંજ સોસાયટી, ગોકુલનાજી મંદિર, આઇજી પાર્ક સોસાયટી, અક્ષર એપાર્ટમેન્ટ, સોનીવાડા, સ્વાગત વિલેજ, રસુલાબાદ સોસાયટી,મોડાસા તાલુકાના બાયલ ઢાખરોલમાં, પહાડપુરમાં, ઇટાડીમાં, ટીંટોઇમાં, મોટી ચૌઘણો, બોલુન્દ્રા, ખંભીસરમાં, મોડાસાના નેસડો વિસ્તાર

ધનસુરાના નવા જવાનપુરા,માલપુરના મેવડા, જીતપુર, પનાવડા, ગોરવાડ, સાતરડા, મહિયાપુર, અનિયોરકંપા, ભિલોડાની આનંદનગર સોસાયટી, તિરૂપતિ સોસાયટી પોલિસ લાઇન, જાબ ચીતરીયા, આંબલીયા ફળી, લીલછા તેમજ રામદેવ પીર મંદીરની સામે લીલછા, ત્રેપનછાપરા, વણજા, મુનાઇ, ધોલવાણી, મોટીબેબાર, દહેગામડા, વૈનપુર, મેઘરજના નવાગામ,વૈયા, મહુડી, જાલમપુર, બાયડની શિવમપાર્ક સોસાયટી, રસુલપુર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવના 58 કેસ નોંધાયા છે.

મોડાસામાં કોરોનાની સારવારમાં વધુ 6 દર્દીઓના મોત
મોડાસા : અરવલ્લી જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી.અરવલ્લી જિલ્લાના જુદાજુદા ગામડા અને શહેરોના કોરોનાના મોટી સંખ્યામાં દર્દીઓ મોડાસા ની સાર્વજનિક હોસ્પિટલમાં અને શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા વધુ 6 દર્દીઓના શંકાસ્પદ કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

તાલુકા મુજબ એક્ટિવ કેસ
તાલુકોશહેરગ્રામ્ય કુલ
હિંમતનગર 137472 609
ઇડર13110 123
ખેડબ્રહ્મા2542 67
પ્રાંતિજ1173 84
તલોદ4099 139
વડાલી1238 50
પોશીના009 09
વિજયનગર 016 16
કુલ238859 1097

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...