તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં કોરોનાના 102 અને અરવલ્લીમાં 40 કેસ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સા.કા.માં 101 દર્દીઓ ડિસ્ચાર્જ, 3 મોત, 247 શહેરી, 878 ગ્રામ્ય મળી 1125 એક્ટિવ કેસ

સાબરકાંઠામાં મંગળવારે વધુ 102 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 101 દર્દીઓ કોરોના લક્ષણ બનતાં રજા અપાઇ હતી. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. સાથે જિલ્લામાં 247 શહેરી 878 ગ્રામ્ય મળી કુલ 1125 એક્ટિવ થયા છે.અરવલ્લીમાં મંગળવારે કોરોનાના 40 કેસ નોંધાયા હતા. જેમાં મોડાસા શહેર તાલુકાના 4 ગામડા, મેઘરજ, માલપુર, ધનસુરા અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા હતા.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે નોંધાયેલ 102 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 70, ઇડરમાં 4, ખેડબ્રહ્મામાં 10, તલોદમાં 4, પ્રાંતિજમાં 9, વિજયનગર 4 અને વડાલીમાં 1 વ્યક્તિ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જેમાં 60 પુરુષ 42 મહિલાનો સમાવેશ થાય છે.

મોડાસાની પરમહંસ સોસાયટીમાં ધનસુરાના વડાગામ સોનાપુર વિસ્તાર મોડાસાની રામ પાર્ક સોસાયટી, હુસેની સોસાયટી, સાબલીયા સોસાયટી ગુજરાત હાઉસિંગ સોસાયટી દેવાયત નગર સોસાયટી, અલમપાર્ક સોસાયટી, ગોકુલનાથજી મંદિર પાસે, કુમકુમ પાર્ક સોસાયટી, અલકાપુરી સોસાયટી અમનપાર્ક મોડાસા બુટવાડા, અલકાપુરી, પારસ સોસાયટી, ચાંદટેકરી સંજય સોસાયટી, કોટિયાક સોસાયટી, કોલેજ ક્વાટર મોડાસા, મેઘદૂત એપાર્ટમેન્ટ પાંડુરંગ સોસાયટી અંકુર સોસાયટી અને નાલંદા 2 સોસાયટીમાં મોડાસાના વણિયાદના વણકરવાસ ગારુડી કમ્પામાં પટેલફળીમાં, મોટીચીચણોમાં ચમારવાસ માથાસુલિયા વણકરવાસમાં, મેઘરજના ચામુંડા ફળી, પ્રજાપતિફળી, રાજડીના બામણાફળી, સાડાતફળી, રાજડી મેઘરજ વૈયા પગી ફળી, પંચવટી સોસાયટી, મેઘરજના લીંભોઇમાં ઉગમ ફળી, ધનસુરાના બિલવાણીયામાં પંચાયત ફળી, ધનસુરાના શીકા પ્રણામી વિસ્તાર માલપુરના સુરજપુર પટેલફળી, તાલુકાના પરસોડામાં પટેલફળી, ભિલોડાના ખેરાડીમાં સુથારફળી અને ભિલોડાના ઝુમ્મર છાપરામાં, પાંડોરફળીમાં કેસ નોંધાતાં સારવારમાં મોકલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...