તપાસ:હિંમતનગરના હડિયોલમાં જિલ્લાકક્ષાના આરોગ્ય મેળામાં 1017 લોકોએ લાભ લીધો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત રોગોની તપાસ હાથ ધરાઇ

હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમાં પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ હતી. જેનો 1017 જેટલા લાભાર્થીઓએ સેવાઓનો લાભ લીધો હતો. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ હાથ ધરાયો છે. આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકે તે માટે તા. 18 થી 27 મી એપ્રિલ 2022 દરમિયાન તાલુકા કક્ષાએ બ્લોક હેલ્થ મેળાઓનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ યતિનબેન મોદી, તા.પં. પ્રમુખ, આઇ.સી.ડી.એસ અધિકારી ડો. ચારણ તેમજ આરોગ્ય કર્મીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...