ભાસ્કર વિશેષ:સાબરકાંઠાના 712 માંથી 476 ગામોમાં 100 %વેક્સિનેશન

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ હિંમતનગરના 90 ગામ અને ઇડરના 90 ગામમાં 100 % વેક્સિનેશન

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત વેક્સિનેશન ઝૂંબેશ અને કેમ્પનું આયોજન કરી જિલ્લાજનોને સુરક્ષિત કરવાની કામગીરી ચાલી રહી છે ગત 17 સપ્ટેમ્બરે 76 હજારથી વધુ લોકોને એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક વેક્સિનના ડોઝ આપવામાં આવતાં સરેરાશ ટકાવારી ઊંચી આવી ગઇ હતી. જિલ્લામાં અત્યારસુધી 712 માંથી 476 ગામોમાં 100 %વેક્સિનેશન થયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેરી વિસ્તારો અને તાલુકાઓમાં સરેરાશ વેક્સિન કરવા દરમિયાન અંતરિયાળ તાલુકાઓમાં ઓછું વેક્સિન થઇ રહ્યાનુ ધ્યાન ઉપર આવતા સ્થાનિક ભણેલા યુવાનો અને અગ્રણીઓને સાથે રાખી જાગૃતિ અભિયાન ચલાવતા વેક્સિનેશનમાં વધારો થયો છે સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં સરપંચોને પણ પ્રોત્સાહિત કરાતાં ગ્રામીણ વિસ્તારોમાં પણ વેક્સિનેશન આંક વધી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના 712 ગામોમાંથી 476 ગામોનું 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થતા કોરોનાથી સુરક્ષિત બન્યા છે.

જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ગામોમાં 74 ટકા જેટલું રસીકરણ થઇ ગયુ છે જ્યારે જિલ્લાની કુલ રસીકરણ ટકાવારી જોઇએ તો જિલ્લામાં 86.68 ટકા જેટલુ વેક્સિનેશન થયુ છે. જાન્યુઆરીમાં નક્કી કરાયેલ 11.12 લાખના લક્ષ્યાંકને પૂર્ણ કરવા આરોગ્ય વિભાગે હવે મતદાર યાદી મુજબ રસીકરણ કરવાનુ શરૂ કર્યું છે.

સૌથી વધુ હિંમતનગર તાલુકાના 90 ગામ અને ઇડર તાલુકાના 90 ગામમાં 100 ટકા વેક્સિનેશન થયુ છે. હિંમતનગરના 61.22 ટકા ગામ અને ઇડરના 62 ટકા ગામ 100 ટકા વેક્સિનેશનથી સુરક્ષિત થયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યુ કે બાકી રહેલા 236 ગામમાં પણ વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવા કેમ્પોનું આયોજન કરાયુ છે 11.12 લાખના લક્ષ્યાંકની સામે 964285 લોકોને એટલે કે 86.68 ટકાને પ્રથમ ડોઝ અને 43.35 ટકાને એટલે કે 417999 લોકોને બીજો ડોઝ આપી ચૂકાયો છે.

પ્રાંતિજ 100 % વેક્સિનેટેડ
પ્રાંતિજgf 64 ગામના તમામ વ્યક્તિને વેક્સિનનો ડોઝ લાગી જતા 100 ટકા વેક્સિનેટેડ તાલુકો જાહેર કરાયો છે. પોશીના તાલુકાના 59 ગામના માત્ર 23 ગામમાં 100 ટકા વેક્સિનેશન થઇ શક્યુ છે.

100 % વેક્સિન વાળા ગામ

તાલુકો100%રસીબાકીગામટકાવારી
હિંમતનગર905761.22
ઇડર905562
ખેડબ્રહ્મા453258.44
પોશીના233638.98
પ્રાંતિજ640100
તલોદ611877.21
વડાલી49689.09
વિજયનગર543262.79
કુલ47623668.71
અન્ય સમાચારો પણ છે...