સાબરકાંઠા જિલ્લામાં શનિવારે 10 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સામે વધુ 7 દર્દીઓ કોરોના મુક્ત બનતાં ડિસ્ચાર્જ કરાયા હતા અને તલોદના એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું સાથે જિલ્લામાં 21 શહેરી 142 ગ્રામ્ય મળી 163 એક્ટિવ કેસ છે. જેમાં 05 પુરુષ અને 05 મહિલાનો સમાવેશ થાય છે.
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે નોંધાયેલ 10 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરના વિશ્વકર્મા પાર્કમાં 62 વર્ષીય મહિલા, કુંપમાં 58 વર્ષીય મહિલા, હમેરપુરામા 60 વર્ષીય પુરુષ, ગઢામાં 45 વર્ષીય મહિલા, ઇડરના મેસણમાં 37 વર્ષીય મહિલા, ચોરીવાડમાં 33 વર્ષીય પુરુષ, સારંગપુરમાં 44 વર્ષીય પુરુષ, ખેડબ્રહ્માના બહેડીયા માં 15 વર્ષીય બાળકી, દ્વારકેશ સોસાયટી માં 55 વર્ષીય પુરુષ અને વડાલીના વાસણમાં 46 વર્ષીય પુરુષ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 05 પુરુષ અને 05 મહિલાનો સમાવેશ થાય છે.
શનિવારે 3685 યુવાનોએ વેક્સિન લીધી
18-44 વય જૂથમાં શુક્રવારથી વેક્સિનેશન શરૂ કરાયા બાદ બીજા દિવસે પણ 4 હજારનો સ્લોટ ફળવાયો હતો. તે પૈકી 3685 યુવાઓનું વેક્સિનેશન થયું હતું જ્યારે 45 વર્ષથી ઉપરના કુલ 1658 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.