તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠામાં વધુ 10 સંક્રમિત, ઉત્તર ગુજરાતમાં નવા 85 કેસ અને 2નાં મોત

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાબરકાંઠા જિલ્લામાં 11 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં એક્ટિવ કેસ 102, અરવલ્લીમાં 2 કેસ નોંધાયા
 • હિંમતનગરમાં 6, ઇડરમાં 2, ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં 1-1 કેસ, બનાસકાંઠાના ભિલડીની મહિલા અને મહેસાણાના હેડુવા હનુમંતના સરપંચનું મોત, પાટણમાં 23, મહેસાણામાં 43 અને બ.કાં.માં નવા 7 કેસ

સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી ત્યારે શનિવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 11 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવતા જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 102 સુધી પહોંચી છે. 10 પોઝિટિવ કેસ પૈકી હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 6, ઇડરમાં 2 જ્યારે ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં 1-1 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 6 પુરૂષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લામાં શનિવારે 2 કેસ ગુજરાત સરકારના કોવિડ-19 પોર્ટલ પર નોંધાયા હતા. નવા નોંધાયેલ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉ. ગુ.માં 85 કેસ

જિલ્લો

નવા કેસ
મહેસાણા43
પાટણ23
બનાસકાંઠા7
સાબરકાંઠા10
અરવલ્લી2

નવા કોરોના સંક્રમિત દર્દીઓ
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરના નવા વક્તાપુરમાં 45 વર્ષિય પુરૂષ, કૈલાદેવી પાર્ક સોસાયટીમાં 41 વર્ષિય પુરૂષ, સવગઢમાં 28 વર્ષિય મહીલા, ચાંદનગરમાં 63 વર્ષિય પુરુષ, સાંપ્રત સોસાયટી 44 વર્ષિય મહિલા,શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં 41 વર્ષિય પુરૂષ, ઇડરના ચિત્રોડામાં 66 વર્ષિય મહિલા, પૃથ્વીપુરામાં 56 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મામાં 38 વર્ષિય પુરુષ, પ્રાંતિજમાં 36 વર્ષિય મહિલા

મહેસાણાના હેડુવા હનુમંતના સરપંચનું મોત, 43 કેસ
મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં 1 ના મોત સાથે નવા 43 કોરોનાના કેસ નોંધાયા હતા. છેલ્લા 115 દિવસમાં સંક્રમણનો આ આંકડો સૌથી મોટો રહ્યો હતો. બીજી બાજુ 10 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. આ સાથે જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 213 એ પહોંચી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મહેસાણા તાલુકાના હેડુવા હનુમંત ગામના સરપંચ સંજયભાઇ પરમારનું શનિવારે મોત નિપજ્યું હતું.

બનાસકાંઠામાં 7 કેસ, ભિલડીની મહિલાનું મોત
બનાસકાંઠામાં જિલ્લામાં એકલા માર્ચ મહિનામાં 123 કેસ બાદ જિલ્લામાં પહેલું મોત શુક્રવારે રાત્રે થયું છે. છતાં આરોગ્ય એ પેશન્ટને નોન કોવિડ ડેથમાં ગણ્યું છે. ભીલડીની મહિલા પાલનપુર કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહથી બાયપેપ પર હતી. આ અગાઉ છેલ્લે 3 મહિના પહેલા પાલનપુરના નાયબ મામલતદારની કોરોના બાદ મોત થઇ હતી. જ્યારે શનિવારે વધુ 7 સંક્રમિતમાં પાલનપુરમાં 4, દાંતા 2 અને થરાદમાં 1કેસ નોંધાયો છે.

પાટણ જિલ્લામાં 23 પૈકી 15 સંક્રમિત નાની વયના
પાટણ જિલ્લામાં શનિવારે વધુ 23 કેસ મળ્યા હતા. જેમાં 16 પુરુષ અને સાત મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ખાસ કરીને યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે. 45 વર્ષથી ઓછી ઉંમરના 15 યુવાનો કોરોના ની ઝપટ માં આવ્યા છે. જ્યારે 45 વર્ષ થી વધુ ઉંમરના 8 વડીલો નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પુરુષોને નોકરી-ધંધા માટે બહાર વધારે ફરવાનું થતું હોવાથી કોરોનાની લપેટમાં પુરુષો વધારે આવી રહ્યા હોવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો