તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ 10 વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. સામે વધુ 18 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 10 પોઝિટિવ કેસમાંથી હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 6 જ્યારે પ્રાંતિજ, ઇડર, વડાલી, પોશીનામાં એક - એક સંક્રમિત થયા હતા જેમાં 5 પુરૂષ 5 મહિલાનો સમાવેશ થાય છે. અરવલ્લીમાં મંગળવારે વધુ ત્રણ કેસ નોંધતાં કુલ આંક 804 એ પહોંચ્યો છે. જ્યારે વધુ બે દર્દીને રજા આપતાં કુલ આંક 691 એ પહોંચ્યો છે. મોડાસા શહેર, મેઘરજના વાવ કંપા અને ભિલોડાના જનાલીમાં મહિલાને કોરોના થયો હતો. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો પુરુષ અને વાત્રકની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુરૂષે કોરોનાને હરાવ્યો હતો. 24 પોઝિટિવ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના કેશરપુરામાં 33 વર્ષિય પુરૂષ, નાની વ્હોરવાડમાં 31 વર્ષિય મહિલા, રણછોડરાય સોસાયટીમાં 68 વર્ષિય પુરૂષ, શ્રીજીપાર્ક સોસાયટીમાં 51 વર્ષિય મહિલા, કાંકણોલમાં 63 વર્ષિય પુરૂષ, વિરપુરમાં 61 વર્ષિય પુરૂષ, ઇડરના મેસણમાં 56 વર્ષિય મહિલા, પોશીનાના ગણવાતામાં 35 વર્ષિય મહિલા, પ્રાંતિજના કાલીપુરામાં 62 વર્ષિય પુરૂષ, વડાલીના વાડોઠમાં 67 વર્ષિય મહિલાનો કોવિડ - 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોડાસાના જૂની આરટીઓ કચેરી વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા 68 વર્ષીય પુરુષ, મેઘરજના વાવકંપામાં રહેતા 68 વર્ષીય પુરુષ અને ભિલોડાના જનાલીમાં રહેતી 60 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ રાખ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.