કોરોના અપડેટ:સા.કાં.માં વધુ 2 કોરોના પોઝિટિવ હિંમતનગર અને વડાલીમાં 1-1 કેસ

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં છેલ્લા 10 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 21 થઇ
  • હિંમતનગર શહેરની મોટી અલીફ મસ્જીદ વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધ અને વડાલીના થેરાસણા ગામનો 50 વર્ષીય શખ્સ કોરોના સંક્રમિત

સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા 21 થઈ ગઈ છે. પ્રતિદિન નોંધાઈ રહેલ કોરોના પોઝિટિવ કેસ ને પગલે કોરોનાની દહેશત અનુભવાઇ રહી છે પરંતુ દૈનિક ગતિવિધિઓમાં કોરોના ગાઈડલાઈનનો અમલ જોવા મળતો નથી.

સાબરકાંઠામાં 10 દિવસ અગાઉ ઇડર તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયા બાદ હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારના રહીશો અમદાવાદ, આણંદ બહુચરાજી ફરી આવ્યા બાદ શહેરના ગાયત્રી મંદિર રોડ, પેલેસ રોડ , મોટી વ્હોરવાડ અલીફ મસ્જિદ મીનારા મસ્જીદ ઝહીરાબાદમાં ચોક્કસ પોકેટમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે રવિવારે સાંજે હિંમતનગર શહેરની મોટી અલીફ મસ્જીદ વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધ અને વડાલી તાલુકાના થેરાસણા ગામના 50 વર્ષીય શખ્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દસ જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 21 થઇ છે જેમાં 20 એક્ટિવ કેસ હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...