ધરપકડ:તલોદમાંથી ચોરાયેલા ટ્રેક્ટર-અને ટ્રેલર સાથે 1ઝબ્બે,1 ફરાર

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના ફતેપુરમાં ટ્રેલરનો કલર બદલવા ઉભો હતો

સા.કાં. એલસીબીએ તલોદમાંથી ચોરી થયેલ ટ્રેક્ટરના ટ્રેલરની તપાસ અર્થે દાહોદના ફતેપુરના સુખસર વિસ્તારમાં બાતમીને આધારે શખ્સ તેમજ ટ્રેલર લઈને ટ્રેલરનો કલર બદલવા ઉભો હોવાથી પકડ્યો હતો અને બીજા શખ્સને પકડવા તજવીજ હાથ ધરી હતી.

પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ તલોદમાંથી ચોરી થઈ ગયેલ ટ્રેક્ટરના ટ્રેલરની તપાસ કરવા બાતમી આધારે દાહોદના ફતેપુરાના સુખસર વિસ્તારમાં તપાસ કરતા હતા ત્યારે લવારીમાંથી ચોરાયેલ ટ્રેલર ની ચોરી કરનાર મુકેશભાઈ માનસિંગભાઈ મચ્છાર (રહે. વટલી, બામણીયા ફળિયુ તા. ફતેપુરા) ની મદદ કરનાર વિજયકુમાર ચંપકભાઈ મચ્છાર ચોરયેલ ટ્રેક્ટરને નવો કલર કરાવવા સંતરામપુર રોડ ઉપર આવેલ સુખપુરમાં આવ્યો છે.

જેથી પોલીસે તેને પકડી નામ પૂછતાં વિજયકુમાર જણાવતા અને અટકાયત કરી ટ્રેલર કબજે કરી વિજયકુમાર અને ટ્રેલર તલોદ પોલીસને સોંપવામાં આવ્યું હતું જ્યારે મુકેશભાઈ મનસુખભાઈ મચ્છારને પકડવાનો બાકી હોય તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...