તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:હિંમતનગરમાં 20 મિનિટમાં 1 ઇંચ વરસાદ

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં સહકારીજીન રોડ, છાપરીયા ચાર રસ્તા, સંઘ રોડ, જૂની જિલ્લા પંચાયત, નાગરિક બેંક રોડ, રાયકાનગર વિસ્તારમાં પાણી ભરાયા. - Divya Bhaskar
હિંમતનગરમાં સહકારીજીન રોડ, છાપરીયા ચાર રસ્તા, સંઘ રોડ, જૂની જિલ્લા પંચાયત, નાગરિક બેંક રોડ, રાયકાનગર વિસ્તારમાં પાણી ભરાયા.
  • પ્રાંતિજ અને તલોદમાં 1 ઈંચ,પોશીના અને વિજયનગરમાં અડધો ઈંચ વરસ્યો

છેલ્લા ત્રણેક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં નિયમિત અંતરાલે વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે બુધવારે બપોરે સવા બારેક વાગ્યાના સુમારે હિંમતનગર શહેરમાં 20 જ મિનિટમાં 25 મી.મી. વરસાદ ખાબકી જતા ઠેર ઠેર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા પરંતુ શહેરની ભૌગોલિક સ્થિતિને કારણે થોડીવારમાં પાણી ઓસરી ગયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 15 મીમી એટલે કે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો ગત વર્ષે પહેલી સપ્ટેમ્બરે મોસમનો 99.06 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.

જ્યારે ચાલુ વર્ષે મોસમનો માત્ર સરેરાશ 37.73 ટકા વરસાદ નોંધાયો છે એટલે કે હજુ પણ 61.33 ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. ચાલુ વર્ષે ગત સપ્તાહના અંત સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં મોસમનો સરેરાશ 30 ટકા વરસાદ નોંધાયો હતો અને એક માસથી વરસાદ જ ન થતા ખરીફ પાક પર સંકટ તોળાઈ રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી જિલ્લાના તમામ તાલુકામાં નિયમિત અંતરાલે વરસાદ થઈ રહ્યો છે.

હિંમતનગરમાં બે દિવસ સુધી ઝરમર વરસાદ વરસ્યા બાદ બુધવારે બપોરે વરસાદ તૂટી પડ્યો હતો અને 20 મિનિટમાં જ એક ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ વરસાદ બંધ થયા બાદ થોડી વારમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા. નોંધનીય છે કે હિંમતનગરમાં ઝરમર વરસાદ જ થઇ રહ્યો હતો પરંતુ બુધવારે થયેલ ધોધમાર વરસાદ બાદ ખેડૂતો સહિત સૌ કોઈ ઘેલમાં આવી ગયા હતા. ઉકળાટ અને બફારામાંથી પણ ઠંડક પ્રસરી જતાં છૂટકારો મળ્યો હતો.

છેલ્લા 24 કલાકનો વરસાદ
તાલુકો24કલાકનોકુલટકાવારી
ઇડર628028.74
તલોદ2222727.15
પ્રાંતિજ2436444.28
પોશીના1235843.18
વડાલી039745.52
વિજયનગર1039246.72
હિંમતનગર3126030.8
સરેરાશ15.3732037.73
અન્ય સમાચારો પણ છે...